અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસસોલ્યુશનના સ્વપન દ્રષ્ટા, સ્થાપકતેમજ પ્રેરક પરેશ રાજપરા દ્વારા કાર્યરત જ્વેલરી વિદ્યાપીઠ અંતર્ગત આપણા ગૌરવ સમાગુજરાત રાજ્યના અનેક વિધ શહેરોના એવા આપણી ભાવિપેઢીના અને જવેલરી વ્યવસાયમાંયશસ્વી કારકિર્દી બનાવીને પ્રગતિ કરવા ઇચ્છુકએવા અશિક્ષિત, અલ્પશિક્ષિત કે સુશિક્ષિત યુવકોઅને યુવતીઓને જવેલરી વ્યવસાયમાં જરૂરીહોય એવા વિષયો જેમાં લીડરશીપ, જવેલરી વેચવાની કળા,વાતચતુર્ય, બોડી લેંગ્વેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ગ્રાહક સેવા, જવેલરીનું પ્રોડકટ નોલેજ, હિસાબોની પદ્ધતિ, જવેલર્સના સોફ્ટવેરની ટ્રેનિંગ જેવા અનેક વિષયો બાબતની જવેલરી વ્યવસાયના અનુભવી નિષ્ણાતો દ્વારા તમામ પ્રકારની નિઃશુલ્ક તાલીમ આપવાનું આયોજનકરવા જઈ રહ્યું છે.
તાલીમ બાદ જવેલરી વ્યવસાયમાં વિના મૂલ્યે સુનિશ્ચિત રોજગારી અપાવવાના પ્રયત્નોની બાહેધરી પણ આપવામાં આવશે, આવા એક શુભ ઉદેશ્યતેમજ પ્રયાસ થકી યુવાનપેઢી માટે જ્વેલરી વ્યવસાયમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની એકસોનેરી તક મળી રહે. 17 વર્ષથી જવેલરી વ્યવસાયના કન્સલ્ટન્ટ તારીકે કાર્યરત અને 2000થી વધારે જવેલર્સ સાથે જોડાયેલ હેડવે બિઝનેસ સોલ્યુશનના ચેરમેન શ્રી પરેશ રાજપરાસરના સક્ષમ નેજા હેઠળપ્રસ્થાપિત જવેલરી વિદ્યાપીઠના સ્વપન 1,00,000 થી વધુ લોકોને રોજગારીનીઉજ્જવળ તકો પૂરી પાડવા માટેનો આ પ્રયત્ન ભારતના ભવિષ્ય એવા યુવા પેઢીમાટે આ તક એક સુવર્ણ તક બનશે.