પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યુ કે ભારતમાં એક નવી સંરક્ષણ ઇકોસિસ્ટમને વિકસિત કરવામાં આવી રહી છે, જ્યાં આયાત ઘટાડવામાં આવી રહી છે અને નિકાસ વધારવામાં આવી રહી છે. ભારતીય નૌસેના દ્વારા આયોજીત NIIO (નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડીજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) સંમેલન સ્વાવલંબનમાં પ્રધાનમંત્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું કે ભારતીય સેનાઓમાં આર્ત્મનિભરતાનું લક્ષ્ય, ૨૧મી સદીના ભારત માટે ખુબ જરૂરી છે. આર્ત્મનિભર નૌસેના માટે પહેલા સ્વાવલંબન સેમિનારનું આયોજન થવું, આ દિશામાં મહત્વનું પગલું છે.
નૌસૈનિક કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યુ- અમે સરળતમ ઉત્પાદકો માટે પણ વિદેશો પર ર્નિભર રહેવાની આદત બનાવી લીધી છે. આ માનસિકતાને બદલવા માટે બધાના પ્રયાસની મદદથી રક્ષાની એક નવી ઇકો સિસ્ટમ બનાવવા માટે અમે ૨૦૧૪ બાદ એક મિશન મોડ પર કામ કર્યું. તેમણે કહ્યું, એવું નથી કે આપણી પાસે ટેલેન્ટ નથી. આપણી પાસે ટેલેન્ટ છે. મારા સૈનિકોને તે ૧૦ હથિયારો સાથે મેદાનમાં જવા દેવા જે દુનિયાની પાસે છે.. હું આવુ જોખમ ન ઉઠાવી શકુ. મારા જવાન પાસે તે હથિયાર હશે જે વિરોધી વિચારી પણ ન શકે.
પીએમ મોદીએ ભારતના આત્મવિશ્વાસ અને તેની આર્ત્મનિભરતાને પડકાર આપનારી તાકાતો વિરુદ્ધ યુદ્ધ તેજ કરવાનું આહ્વાન કરતા સોમવારે કહ્યું કે, આવા પ્રયાસને નાકામ કરવો જરૂરી છે. પ્રધાનમંત્રીએ તે પણ કહ્યું કે જેમ-જેમ ભારત વૈશ્વિક મંચ પર ખુદને સ્થાપિત કરી રહ્યું છે, તેમ-તેમ દુષ્પ્રચારના માધ્યમથી સતત હુમલો થઈ રહ્યો છે. તેમણે કહ્યું- ખુદ પર વિશ્વાસ રાખતા ભારતના હિતોને હાનિ પહોંચાડનાર તાકાતો ભલે દેશમાં હોય કે વિદેશમાં, તેના દરેક પ્રયાસને નિષ્ફળ કરવાનો છે. તેમણે કહ્યું- દેશની રક્ષા માટે આપણે વધુ એક મહત્વના પક્ષ પર ધ્યાન આપવું જોઈએ. આપણે ભારતના આત્મવિશ્વાસને, આપણી આર્ત્મનિભરતાને પડકાર આપનાર તાકાતો વિરુદ્ધ યુદ્ધ ઝડપી કરવાનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રની રક્ષા હવે માત્ર સરહદો સુધી સીમિત નથી, પરંતુ ખુબ વ્યાપક છે તેથી દરેક નાગરિકને તે માટે જાગરૂત કરવા પણ એટલા જરૂરી છે. તેમણે કહ્યું- જેમ આર્ત્મનિભર ભારત માટે હોલ ઓફ ધ ગવર્મેન્ટ એપ્રોચની સાથે આગળ વધી રહ્યાં છે, આમ પણ રાષ્ટ્રની રક્ષા માટે પણ હોલ ઓફ ધ નેશન અપ્રોચ સમયની માંગ છે. ભારતના કોટિ-કોટિ જનોની આ સામૂહિક રાષ્ટ્ર ચેતના જ સુરક્ષા અને સમૃદ્ધિનો સશક્ત આધાર છે.