અમદાવાદના સરસપુરમાં રોડ પર ફરી વળેલા કેમિકલના પાણીનો છે. ગટરો બેક મારતા રોડ પર ફીણ સાથેનું ઝેરી કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું હતું. મ્યુનિ.એ નજીકમાં આવેલી અરવિંદ મિલના પ્લાન્ટ ઉપરાંત અન્ય બે સ્થળેથી પાણીના સેમ્પલ લીધા હતા. કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવા બદલે હાઈકોર્ટના આદેશથી અરવિંદ ડેનિમના એકમને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સીલ કર્યું છે. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે, પાણી અરવિંદ મિલમાંથી જ આવ્યું છે.
જો કે, મિલે સ્પષ્ટતા કરી છે કે, તેણે પાણી છોડ્યું નથી. અમે નરોડા ખાતે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ બનાવી છે અને ત્યાં પાણી ટ્રીટ થાય છે. વરસાદના પાણીમાં ભળેલાં કેમિકલ્સ અને ગટરના પાણીમાં ચાલવાથી ચામડીના ગંભીર રોગ થાય છે. આનાથી ચામડી બળી જાય, ફોલ્લા પડે, દાદર, ખરજવું, ફંગલ અને બેકટેરિયલ ઇન્ફેકશન થઇ શકે છે.