વિદ્યાર્થીઓને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે દિલ્લી સ્કિલ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ યુનિવર્સિટી એ યુનિસેફ ખાતે (જનરેશન અનલિમિટેડ ઈન્ડિયા) સાથે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત પ્રયાસ સાથે DSEU અને UNICEFએ DSEUમાં વિદ્યાર્થીઓ માટે ‘કારકિર્દી જાગૃતિ સત્ર’ શરૂ કર્યુ છે જેથી વિદ્યાર્થીઓ હાલના જોબ પોર્ટલ વિશે વધુ જાગૃત બને. દિલ્લી સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ‘DSEU અને UNICEFએ વિદ્યાર્થીઓ માટે ‘કારકિર્દી જાગૃતિ સત્ર’ શરૂ કર્યુ છે. દિલ્લીની સ્કિલ યુનિવર્સિટીએ યુનિસેફમાં યુવા (જનરેશન અનલિમિટેડ ઈન્ડિયા) સાથે હાથ મિલાવ્યા છે જેથી રોજગારીની તકો સુધી પહોંચી શકાય. વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરવા સાથે-સાથે યુવાનોના અવાજને સાંભળવા અને આગળ વધારવામાં મદદ મળી શકે.’ યુવા, યુનિસેફ સાથેના સહયોગ પર બોલતા, પ્રોફેસર નિહારિકા વોહરાએ જણાવ્યુ હતુ કે, “DSEU ફેસ ધ વર્લ્ડ જેવા અભ્યાસક્રમો રજૂ કરીને તેના વિદ્યાર્થીઓને રોજગારી યોગ્ય બનાવવા માટે કામ કરી રહી છે. જેમાં ડિજિટલ કૌશલ્ય, સંચાર કૌશલ્ય, નાણાકીય સાક્ષરતા વગેરે જેવા ઘટકો શામેલ છે. યુનિસેફ અને ડીએસઇયુ સાથેનો પાયલોટ અભ્યાસ ૧૮-૨૯ વર્ષની વય જૂથના ૧,૦૦૦ સક્રિય નોકરી શોધનારાઓને આવરી લેશે.
મહિલા ઉમેદવારો અને સીમાંત સમુદાયના ઉમેદવારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે ભાગીદારીનો બીજો આધારસ્તંભ ‘યુવા સ્ટેપ અપ – બનો જૉબ રેડી’ છે. જે છ મહિનાનો પાયલટ છે જેનુ સંચાલન Flywheel Digital Solutions Pvt દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જે ૨૦ જુલાઈથી આંબેડકર DSEU શકરપુર-૧ કેમ્પસમાં ચાલશે