બ્રાજીલમાં એક ડોક્ટર ડિલીવરી દરમિયાન મહિલા સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ડોક્ટર એનેસ્થેટિસ્ટ છે. તેણે આ ઘટના સી-સેક્શન દરમિયાન એક બેભાન મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. આરોપી એનેસ્થેટિસ્ટ પર આ પ્રકારે પાંચ ઘટનાને અંજામ આપી ચૂક્યો હોવાની આશંકા છે. આરોપી ૩૨ વર્ષીય જિયોવાની ક્વિંટેલા બેજરરાને રિયો ડી જનેરિયોમાં પકડી પાડવામાં આવ્યો હતો. ધરપકડ બાદ બેજરરાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મામલો રિયો ડી જનેરિયોના Hospital da Mulher નો છે. અહીં ડિલીવરી માટે આવેલી એક પ્રેગ્નેંટૅ મહિલાને ડોક્ટરે પહેલાં બેભાન કરી અને ત્યારબાદ તેનો ઓરલ રેપ કર્યો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને પહેલાં પણ આ પ્રકારની હરકત કરી હશે. બેજરરાએ થોડા મહિના પહેલાં જ એનેસ્થેસિયાનો કોર્સ ખતમ કરી દીધો હતો. ત્યારબાદ તેજી જોબ આ હોસ્પિટલમાં લાગી હતી.
હોસ્પિટલ વહિવટીતંત્રએ ઓપરેશન થિયેટરમાં સીક્રેટ કેમેરા લગાવ્યા હતા, કારણ કે એ વાતની તપાસ કરવા માંગતા હતા કે બેજરરા એનેસ્થેસિયાનો ઠીક ડોઝ આપે છે કે નહી. ધરપકડ બાદ આરોપીને ૮ થી ૧૫ વર્ષની જેલ થઇ શકે છે. હાલ આરોપીને બ્રાજીલની સૌથી મોટી જેલ બાંગૂમાં રાખવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે બેજેરરા ૨૦૧૮થી એક મેડિકલ કેસનો પણ સામનો કરી રહ્યો છે. આરોપી અને એક અન્ય ડોક્ટર પર સ્વાઇન ફ્લૂના એક મામલે યૂરિનરી ટ્રેક્સ ઇન્ફેક્શનના રૂપમાં ખોટી રીતે રજૂ કરવાનો આરોપ છે, જેથી મહિલા દર્દી ૨૩ કોમાં જતી રહી હતી.