ભારતના અગ્રણી ફેશન ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલે ટકાઉપણાને પ્રોત્સાહન આપવા પોતાના સીએસઆર પ્રોગ્રામ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કૃત અને ભારત ભરમાં કાર્યરત નૉન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ગૂંજ સાથે સહયોગ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, અંડર-યુઝ્ડ કપડાના રિસાયક્લિંગને સક્ષમ કરવા અને વંચિતોના વિકાસ માટે તેને ચેનલાઇઝ કરવા માટે દેશભરમાં 60 લાઇફસ્ટાઇલ સ્ટોર્સ ખાતે દાન પેટીઓ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ 4થી જુલાઈના રોજ બેંગલુરૂમાં લાઈફસ્ટાઈલ ઓએસિસ મોલ સ્ટોર ખાતે ગૂંજ અને લાઈફસ્ટાઈલના મુખ્ય મહાનુભાવો દ્વારા દાન પેટીના અનાવરણ સાથે શરૂ કરવામાં આવ્યો હતો.
આ પહેલની સાથે લાઇફસ્ટાઇલનો ઉદ્દેશ વ્યવહારમાં પરિવર્તનને પ્રેરિત કરવાનો અને ફેશનને લોકો અને પર્યાવરણ બન્નેની ઉન્નતિ માટે એક બળ બનાવવાનો છે. આ પહેલના ભાગરૂપે એકત્રિત કરાયેલા કપડાને કાં તો ગૂંજ દ્વારા અપસાયકલ કરવામાં આવશે અથવા તો રોજિંદી આવશ્યક વસ્તુઓમાં પરિવર્તિત કરી દેવામાં આવશે, જેનાથી લેન્ડફિલમાં જતી ફેશનનું પ્રમાણ ઘટશે અને આ પ્રકારે સસ્ટેનેબિલિટીમાં ફાળો અપાશે.
ગૂંજ એ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેણે શહેરીથી ગામડા સુધી સમુદાયની આગેવાની હેઠળની ભાગીદારીનું નેટવર્ક બનાવ્યું છે અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, પર્યાવરણ, આજીવિકા, શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત અને પુનર્વસનમાં નિર્ણાયક અંતરને દૂર કરવા માટે ગ્રામીણ પ્રયાસો અને શાણપણ સાથે વિનિમય કરવાના સાધન તરીકે શહેરી વધારાની સામગ્રીને ચેનલાઇઝ કરી છે.
આ પ્રસંગે રોહિણી હલ્દિયા, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ, લાઈફસ્ટાઈલે જણાવ્યું, “ગુંજ સાથેના અમારા જોડાણની જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે, જે સમગ્ર ભારતમાં વંચિતોના ગૌરવને વધારવા માટે મોટા પ્રયાસો કરી રહી છે. લાઇફસ્ટાઇલ દ્રઢપણે માને છે કે સમાજની પ્રગતિ એ એક સામૂહિક જવાબદારી છે અને તેનો ઉદ્દેશ ઓછા ઉપયોગ કરાયેલા ફેશનના રિસાયક્લિંગને સુવિધા પ્રદાન કરવાનો છે.”
ગૂંજના સ્થાપક અને મેગ્સેસે એવોર્ડ વિજેતા અંશુ ગુપ્તાએ જણાવ્યું, “લાઇફસ્ટાઇલ સાથેનું આ અભિયાન ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. એક તરફ, તે સમગ્ર રિટેલ સેક્ટર માટે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે કે કેવી રીતે દરેક સંસ્થા તેનું કામ કરી શકે છે જ્યારે બીજી તરફ, વધુ મહત્વની વાત એ છે કે તે દરેક ગ્રાહકને અન્ય લોકો માટે કંઈક કરવાની તક આપે છે. આ પ્રક્રિયામાં ઘણાં કપડાંને લેન્ડફિલમાં જતા અટકાવવામાં આવશે, તેના બદલે તેઓ વિશ્વમાં ગૌરવ અને વિકાસને ટ્રિગર કરવામાં નવી ભૂમિકા ભજવશે. આ સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ચક્રયિતાથી આગળ વધી રહ્યું છે, જે ચોતરફ જીતનું નિર્માણ કરી રહ્યું છે.”
આ દાન પેટી બેંગ્લોર, મેંગલોર, મૈસુર, ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ, નવી દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, કાનપુર, જયપુર, ચંદીગઢ, મુંબઈ, નવી મુંબઈ, પુણે, અમદાવાદ, નાગપુર, કોલકાતા, ભુવનેશ્વર, ઇન્દોર, ગુવાહાટી સહિતના અન્ય મુખ્ય શહેરોમાં સ્થાપિત કરવામાં આવશે.