ભારતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અનુકરણીય અને દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્ર વિશ્વમાં પોતાની ટેક્નોલોજીના દરેક ક્ષેત્રમાં અગ્રણી થતુ જઇ રહ્યું છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં જ આપણે ચીફ-ટેકરથી હવે ચીફ મેકર (પ્રદાતા)ની સ્થિતિમાં આવી ગયા છે. અમારા રાજ્ય બિહારે માનનીય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારના ગતિશીલ નેતૃત્વમાં વિકાસના તમામ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સુધારા તથા પ્રગતિનું પ્રદર્શન કર્યું છે. રાજ્યના ડિજિટલ પરિવર્તન અને રોકાણને આકર્ષિત કરવા અને રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવા માટે એક બહુપરીમાણીય રણનીતિને આયોજિત કરી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં અમે અત્યંત સફળતા મેળવી છે.
સંતોષ કુમાર મલ્લ (આઈએએસ),મુખ્ય સચિવ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી બિહાર સરકારના-કહ્યું” ઇન્ફોર્મેશન ટેકેનોલોજી વિભાગના હાઈ-ટેક અને જીવંત સ્ટોલે બિહારના ડિજિટલ પરિવર્તનને સમગ્ર રીતે પ્રતિબિંબિત કર્યો. બિહાર પવેલિયનમાં સરકાર દ્વારા સફળતાપૂર્વક શરૂ કરવામાં આવેલી અને પૂર્ણ કરાયેલી ઈગવર્નેંસ પહેલોને દર્શાવાઇ છે – જેના પરિણામસ્વરૂપ રાજ્યનું ડિજિટલ પરિવર્તન થયું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ, બિહાર સરકારના સ્ટોલે ઈ-ગવર્નેંસના માધ્યમથી બિહારના સુશાસનના દ્રષ્ટિકોણને પ્રદર્શિત કર્યો છે, જેણે રાજ્યને ડિજિટલ પરિવર્તન તરફ અગ્રેસર કર્યો છે. બિહાર દેશના પૂર્વી ભાગમાં એક રોકાણ ગંતવ્યના રૂપમાં ઉભરી રહ્યું છે, તેણે પ્રદર્શિત કર્યું કે કેવા સુશાસને રોકાણકારોને બિહારમાં આવી આઈટી ક્ષેત્રમાં રોકાણ કરવાની નવી તકો પણ પેદા કરી છે.
સાબરમતી નદીના કિનારે, ગાંધીનગરની આપાવન ધરતી પર “ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022”માં ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની સાતમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ભાગ લેવા માટે એક સમ્માનની વાત છે. મારી વિનંતી છે કે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવ વ્યક્તિ બિહાર પેવેલિયનની મુલાકાત લે, જ્યાં અમે ઇ-ગવર્નેંસના મુખ્ય પ્રયત્નો અને આકાંક્ષાઓ પર પ્રકાશ ફેંકી રહ્યાં છે, જેના પરિણામસ્વરૂપ રાજ્યનું પૂરતુ પરિવર્તન થયું છે.
બિહારે સતત બદલતી ટેક્નોલોજી સંચાલિત દુનિયાની સાથે તાલમેળ રાખવા અને રાજ્યના સામાજિક આર્થિક વિકાસ દરને પ્રોત્સાહન આપવાની ક્ષમતામાં સુધારો કરવા માટે અત્યાધુનિક તકનીકી અને મૂળભૂત ઢાંચાને અપનાવી ઉચ્ચ સ્તરનું સમર્પણ પ્રદર્શિત કર્યું છે.
“ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022”માં આઈટી, વિભાગ, બિહાર સરકારનો સ્ટોલ પ્રાચીન ‘નાલંદા વિશ્વવિદ્યાલય’ની પારંપરિક સંરચના અને રંગરૂપને પ્રદર્શિત કરી રહ્યો છે, જે પોતાના સમયનું વિશ્વમાં ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર હતુ, (ઈતિહાસકારો દ્વારા તેને દુનિયાના પેહલા નિવાસી વિશ્વવિદ્યાલય માનવામાં આવે છે અને સોથી પ્રાચીન સંસ્થાઓમાંથી એક છે)નો પરિચય છે.
બિહારની ભાગીદારી આઈટી વિભાગના બેવડા લક્ષ્યો સાથે મેળ ખાય છેઃ ક.) વિભાગોને આઈટી સક્ષમ કરવા અને સેવાઓ, લાભો અને સબ્સિડીનું ઑનલાઇન વિતરણને પ્રોત્સાહિત કરવા માટે; અને ખ.) રાજ્યના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગમાં રોકાણ અને રોજગારની તકો વધારવા માટે.
આઈટી વિભાગ દ્વારા તૈયાર ઈઑફિસ- જેણે ‘ગમે ત્યારે, ગમેત્યાં-’ કામ કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરતા રાજ્યમાં સરકારી કામકાજની ઉત્પાદકતા અને પારદર્શિતા વધારી છે. ઈ-વિધાન એપ્લિકેશન, જે વિધાનસભામાં કાગળ રહિત કાર્યવાહીને સક્ષમ કરશે. તેના બે મુખ્ય ઉદ્દેશ છે; અ.) વિભાગોની આઈટી સક્ષમતા, સેવાઓ, લાભો અને સબ્સિડીનું ઑનલાઇન વિતરણની સુવિધા માટે તથા બ.) રાજ્યના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવું.
આ ઉપરાંત, કેટલીક મુખ્ય યોજનાઓ જે બિહાર પવેલિયનમાં પ્રદર્શિત કરવામાં આવી છે :
- હિટ કોવિડ એપ્પ (HIT COVID APP) એક એવું ઉદાહરણ છે, જેણે સ્વાસ્થ્ય કર્મીઓને કોરાના કાળ દરમિયાન આઇસોલેટેડ રહેલા કોરોના દર્દીઓનું નિયમિત રીતે મોનિટરિંગ કરવામાં મદદ કરી છે.
- બીએએએફઃ બિહાર આધાર પ્રમાણીકરણ ફ્રેમવર્ક (BAAF) : બીએએફએફ એક વ્યાપક ઢાંચો છે, જે રાજ્યમાં તમામ આધાર આધારિત લેવડ-દેવડને સક્ષમ બનાવે છે અને લાભાર્થીઓના ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઝડપી તેમજ સુરક્ષિત રીતે સેવાઓ પુરી પાડવા માટે પ્રમાણીકરણ અને ઓળખમાં સંપૂર્ણપણે સહયોગ કરે છે.
- બિહાર રાજ્ય ડેટા સેન્ટર (BSDC 2.0): ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ, બિહાર સરકારના મુખ્ય ફોકસ ક્ષેત્ર મૂળભૂત ઢાંચામાં પ્રગતિ કરવાનો છે.
- બિહાર સ્ટેટ ડેટા સેન્ટર બીએસડીસી 2.0 (ટૂંકમાં જ લૉન્ચ થનાર) ડેટા સુરક્ષાની વિભિન્ન પરીક્ષાઓ સાથે ઉચ્ચ કાર્યક્ષમતા વાળા ડેટા સ્ટોરેજથી સજ્જ છે, જે બિહાર રાજ્યમાં ઈ-ગવર્નેંસની પહેલ માટે એક માઇલસ્ટોન સાબિત થશે.
આ ઉપરાંત, આઈટી વિભાગે ઇનક્યૂબેટર અને સંશોધન કેન્દ્રોને પ્રાથમિકતા આપી છે. મૂળ રણનીતિના ભાગના રૂપમાં, આઈટી વિભાગે (AI) કૃત્રિમ બુદ્ધિમતા, ડેટા વિજ્ઞાન, સાઇબર સુરક્ષા અને સાઇબર ફોરેંસિક અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT)ના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ શરૂ કરવા માટે C-DACને ધિરાણ કર્યું છે.આઈઆઈટી, પટનાને પણ ઇનક્યૂબેટર સહાયતા માટે આઈટી વિભાગ પાસેથી નાણા પ્રાપ્ત થયા. ખેતી દ્વારા સંચાલિત રાજ્ય બિહાર, ટેક્નોલોજીની નવીન અરજીના માધ્યમથી ખેતી ઉત્પાદન વધારવા માટે ટૂંકમાં જ એક કૃષિક સીઓઈ ખોલશે.
નજીકના ભવિષ્યમાં, અમે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના સાહસો (MSMEs) અને/ અથવા સ્થાપિત કંપનીઓ માટે કાર્યસ્થળ ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ શરૂ કરી છે. મધ્યગાળામાં, અમે ડાક બાંગ્લા અને બંદર બગીચામાં એક આટી ટાવરનું નિર્માણ કરીશું. અમે મધ્યથી લાંબા ગાળા માટે આઈટી સિટી અને આઇટી પાર્ક @ રાજગીર અને બિહારની યોજના બનાવી રહ્યાં છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ, બિહાર સરકાર દ્વારા આઈટી ક્ષેત્રમાં રોકાણ પહેલઃ ‘ઇન્વેસ્ટ આઈટી બિહાર’ અભિયાન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ, બિહાર સરકરાની એક પહેલ છે, જેનો ઉદ્દેશ રોકાણકારો દ્વારા રોકાણને પ્રોત્સાહિત કરવા અને રાજ્યમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકો દ્વારા નવા વ્યવસાયોની સ્થાપનાનું સમર્થન કરવાનું છે.
બિહાર રાજ્યએ પોતાના ઇન્ફ્રાંસ્ટ્રક્ચરને મજબૂત આપી છે અને અથાક પ્રયત્નોથી ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કર્યો છે. રાજ્યએ મહત્વપૂર્ણ પગલા ઉઠાવ્યા છે સાથે જ બિહાર સરકાર, રાજ્યની અર્થવ્યવસ્થાની પ્રતિસ્પર્ધાત્મકતામાં સુધારો લાવવા અને સ્ટાર્ટઅપ માટે વ્યાપક વિકાસ મેળવવા માટે કટિબદ્ધ છે.
ઈ-ગવર્નેંસના માધ્યમથી સુશાસનની વાત કરવામાં આવે તો બિહારના માનનીય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારે હંમેશા ઉચ્ચ લક્ષ્ય નિર્ધારિત કર્યાં છે. તેના દૂરદર્શી નેતૃત્વમાં, માનનીય મંત્રી શ્રી જિબેશ કુમારની અધ્યક્ષતામાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ (ડીઆઈટી) ઈ-ગવર્નેંસના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે અગ્રેસર રહ્યો છે. વિભાગના મુખ્ય સચિવ શ્રી સંતોષ કુમાર મલ્લ (ભા.પ્ર.સે.) બિહારના ડિજિટલ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યાં છે. રાજ્યનો ઉદ્દેશ પણ દેશના “ડિજિટલ ઈન્ડિયા મિશન”ના ઉદ્દેશ અનુરૂપ છે.
હું બિહારમાં ડિજિટલ પરિવર્તનનો અનુભવ કરવવા માટે મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાતમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહમાં અમારા સ્ટોલ પર આવવા માટે તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરવા ઇચ્છું છું, જે રાજ્યમાં ભવિષ્ય માટે તૈયાર શાસન અને સ્થાયી વ્યવસાયોનો માર્ગ મોકળો કરશે.