વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે વિલંબિત રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ અને વર્ષ ૨૦૧૬-૧૭ માટે સંશોધિત રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૮ છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ શનિવાર ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ૨૯ અને ૩૦ માર્ચ, ૨૦૧૮ના દિવસોમાં પણ રજાઓ હોવાથી સરકારી કાર્યાલય બંધ રહેશે.
આ માટે આવક વેરા રિટર્ન દાખલ કરવા અને સંબંધ કાર્ય પૂર્ણ કરવા માટે સમગ્ર ભારતમાં તમામ આવક વેરા કાર્યાલય ક્રમશઃ ૨૯, ૩૦ અને ૩૧ માર્ચના રોજ પણ ચાલુ રહેશે. એએસકે કેન્દ્ર પણ આ દિવસોમાં ચાલુ રહેશે. કરદાતાઓને મદદ આપવા અ તેમના દ્વારા રિટર્ન દાખલ કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવશે.