બિહાર સરકારનો ઇન્ફોર્મેશન ટેકેનોલોજી વિભાગ મહાત્મા મંદિર કન્વેંશન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાતમાં તારીખ 4-6 જુલાઈ 2022 સુધી Meity દ્વારા આયોજિત ડિજિટલ ઈન્ડિયાની ઉત્કૃષ્ટતાના 7 વર્ષની ઉજવણી કરવા ડિજિટલ ઈન્ડિયા સપ્તાહમાં ભાગ લેવા જઇ રહ્યો છે.
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિના રૂપમાં પોતાની ગરિમામય ઉપસ્થિતિની સાથે આ ઉપલક્ષ્યની શોભા વધારશે અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદીના દૂરંદર્શી માર્ગદર્શને દેશને અભૂતપૂર્વ ડિજિટલ પરિવર્તન તરફ અગ્રેસર કર્યો છે. આ 3 દિવસીય કાર્યક્મના માધ્યમથી ભારતના ડિજિટલ પરિવર્તનને પ્રદર્શિત કરનારૂં એક ભવ્ય પ્રદર્શનનું મંચ તૈયાર કર્યું છે.
રાજ્યમાં ડિજિટલ પરિવર્તનનું નેતૃત્વ કરનારી સફળતાપૂર્વક અમલી અને લૉન્ચ કરાયેલી વિભિન્ન ઈ-ગવર્નેંસ યોજનાઓને પ્રદર્શિત કરવા માટે બિહાર સરકારના ઇન્ફોર્મેશન ટેકેનોલોજી વિભાગ દ્વારા એક સ્ટોલ લગાવવામાં આવી રહ્યો છે. બિહારમાં તમામ પાસાઓ અને ક્ષેત્રોમાં બહુપરિમાણીય વિકાસનો સમય જોવા મળ્યો છે, પરંતુ આપણે જો ટેક્નોલોજી વિશે વાત કરીએ તો ખૂબ જ ઓછા ગાળામાં આ રાજ્યએ આ અત્યંત ગતિશીલ અને હંમેશા વિકસિત થનારા ક્ષેત્રને ન માત્ર અપનાવ્યું છે, પરંતુ સતત વિકસિત થઇ રહેલી ટેક્નોલોજી સંચાલિત દુનિયાની સાથે દરેક કદમ આગળ વધારવા માટે પોતાની ક્ષમતાને વધારવા અને રાજ્યના સામાજિક-આર્થિક વિકાસ દરમાં ગતિ પ્રદાન કરવા માટે આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપનાવવા માટે પોતાની કટિબદ્ધતા પણ પ્રદર્શિત કરી છે.
કેટલીક મુખ્ય યોજનાઓને અમે આયોજન દરમિયાન પોતાના સ્ટોલ ખાતે પ્રદર્શિત કરીશું.
હિટ કોવિડ એપ
બી.એ.એ.એફ.
સર્વિસ પ્લસ
સ્માર્ટ મતદાન કેન્દ્ર
ડી.બી.ટી.
એસ.ડી.સી.2.0
એમ.એસ.ડી.જી.
બિહાર સરકારના ઇન્ફોર્મેશન ટેકેનોલોજી વિભાગે એક આઈટી સક્ષમ સ્ટોલ સ્થાપિત કર્યો છે, જે ઉપર જણાવેલ સ્થળ પર એક ડિજિટલ કિયોસ્ક, ક્યૂઆર કોડ અને વિભિન્ન વિકલ્પોથી સજ્જ હશે. આ આયોજનમાં ભાગ લેવા પાછળનો વ્યાપક વિચાર, ઈ-ગવર્નેંસ અને સુશાસન ક્ષેત્રમાં બિહાર રાજ્યની સિદ્ધિઓને પ્રદર્શિત કરવાનો છે, જે બિહારમાં ડિજિટલ પરિવર્તનના પ્રમુખ પરિબળો છે.
કાર્યક્રમની માહિતીઃ
ડિજિટલ ઈન્ડિયા વીક 2022 (ડિજિટલ મેલા)
સ્થળઃ મહાત્મા મંદિર કન્વેંશન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત
તારીખઃ 4થી 6 જુલાઈ, 2022