રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવાર સાંજે પૂર્વ બીજેપી પ્રવકતા નુપુર શર્માએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા બદલા ક્રુરતા પુર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસે રાજસંમદ જિલ્લામાંથી રિયાઝ અખ્તારી અને ઘોષ મોહમ્મદ નામના આ બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ધટનાનો વીડિયો વાયરલ થયા બાદ થી જ રાજસ્થાન સરકાર દ્વારા શાંતિ જાળવવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ અમાનવીય ઘટનાને લઈને દેશભરમાં ચર્ચા જાગી છે. જ્યારે બોલિવૂડના કલાકારોએ આ ક્રુરતાભરી ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ટવ્વીટ કરીને રિએકશન આપ્યો હતો. આરોપીઓને સામે કડકાઈથી પગલા લેવા માંગ ઉઠી છે. હત્યાકાંડનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહયો છે.
દરજીની ગળું કાપીને હત્યા કરતી વખતે વીડિયો બનાવામાં આવ્યો હતો અને ચીમકી આપી હતી. વાયરલ થયેલા વીડિયો પર એકટ્રેસ રિચા ચઢ્ઢાએ કહ્યું હતું કે “આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈપણ ચેતાવણી આપ્યા વગર ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. આ એકટ્રેસ લોકોને અપીલ કરી છે કે, પીડિત પરિવારની લાગણીઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. આરોપીઓને સખ્ત સજા થાય તેવી માગણી કરવામાં આવી છે.
સ્વરાભાસ્કરે આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું હતું કે “ આ ક્રુર ઘટનાના આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને ઈશ્વરના નામે કોઈ પણ વ્યકિતની હત્યા કરવી એ અમાનવીય અપરાધ છે. આ ગુનાહ માટે આરોપીઓને સજા થવી જ જોઈએ.” મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ વિશાલ દદલાનીએ ઉદયપુરની ઘટના પર આક્રોશ વ્યકત કર્યો છે. દરેક ધર્મના લોકોએ ધર્મને રાજનીતિથી દૂર રાખવી જોઈએ. જેથી કોઈપણ ધર્મની વિરુદ્ધ નફરત ફેલાવનારા તથા જે ધર્મને પોતાની કમાણીનું સાધન સમજતા હોય તેવા નેતાઓનું બહિષ્કાર કરવો જોઈએ. રાજસ્થાનમાં આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં કફર્યુ લાદવામાં આવ્યો છે અને રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે તેની સાથે જ ૨૪ કલાક માટે સમગ્ર રાજયની ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.નૂપુર શર્માને લઈને સમગ્ર દેશમાં તેના મુસ્લિમ સમૂદાય દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ ચૂક્યા છે. ભાજપે સખ્ત કાર્યવાહી કરતા તેના પૂર્વ કાર્યકર્તાને સસ્પેન્ડ કરી દીધા છે. દેશમાં મુસ્લિમ ધર્મની વિરુદ્ધ કરેલી ટીપ્પણીઓ ચર્ચાનો વિષય બની છે અને તેની વચ્ચે જ બીજી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધા છે.