અત્યંત દબાણ અને તાપમાન હેઠળ તૈયાર કરાતો, વિશ્વનો સૌથી સખત પદાર્થ અને સૌથી સુંદર, ડાયમંડને લાંબા સમયથી વૈભવના પ્રતિક તરીકે જોવામાં આવે છે.
શિયા લક્સ અમદાવાદમાં 1 જુલાઈ 2022ના રોજ વસ્ત્રાપુર હયાત હોટલમાં ક્રેસન્ટ મૂન એક્ઝિબિશન અને 22-24 જુલાઈ 2022ના રોજ વાયએમસી ક્લબ ખાતે જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશન લઈને આવી રહ્યું0 છે.
પ્રેમ, અતિશયતા અને વર્ગનું પ્રતિક એવી ડાયમંડ જ્વેલરીની માગ પેઢીઓથી સ્ત્રી અને પુરુષો બંનેમાં એકસરખી જોવા મળે છે.
ભારતીય જ્વેલર અને ડાયમંડ એક્સપર્ટ ભવ્યા શાહે કુટુંબના મશીનરી બિઝનેસમાંથી જ્વેલરી બનાવવાના સાધનો અને મશીનોથી ઘેરાયેલા હોવાથી તેમણે આ કળા યુવાનીમાં જ શીખી હતી. યૂકેમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ ભવ્યએ પોતાની ડિઝાઈન બનાવવાની દિશામાં આગળ વધતા પહેલા જ્વેલરીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
દુનિયાભરના પ્રવાસથી પ્રોત્સાહિત થઈ ભવ્યાએ કુટુંબીજન અને મિત્રો માટે બેસ્પોક પીસ તૈયાર કરીને પોતાની શરૂઆત કરી પરંતુ પોતાની સાહસિકતા અને મોટા સપનાઓને સાકાર કરવા માટે તેમણે પોતાની બ્રાન્ડ શિયા લક્સ લોન્ચ કરી.
શિયા લક્સના અનોખા કલેક્શન માટે ભારત ડિઝાઈનનું સેન્ટર છે. સીઈઓ ભવ્યા અને તેમની ખાસ ટીમ અથાક મહેનત કરીને સુંદર ડિઝાઈન તૈયાર કરે છે કે તેને જોઈને તમારું માથું ચકરાવે ચઢી જશે. બ્રાન્ડનું ઉત્પાદન ભારત, તૂર્કી અને ઈટાલીમાં થાય છે અને પારંપરિક હસ્તનિર્મિત ટેક્નિક અને આધુનિક ડિઝાઈન સાધનોનો સંયોગ કરીને બેસ્પોક જ્વેલરી તૈયાર કરવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની શૈલીઓને પણ જોવા મળે છે.
ધી શિયા લક્સ કલેક્શન
રોઝ અને વાઈટ ગોલ્ડની જ્વેલરી ઉપરાંત શિયા લક્સનું કલેક્શન કોકટેલ અને ગ્લેમરસ પાર્ટીઓ માટે સ્ટેટમેન્ટ જ્લેવરી પર કેન્દ્રિત છે, જેમાં ગુલાબી નિલમ, તાંઝાનાઈટ્સ સહિત વિવિધ રંગોના પત્થરોનો પ્રયોગ કરી આકર્ષક ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે.
આ બ્રાન્ડ ઉત્કૃષ્ટ કારીગરી અને અનન્ય ડિઝાઇન તેમજ કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખે છે, એક એવો વિચાર કે જેના કારણે તેઓ કાનની બુટ્ટીઓની એક લાઇન બનાવવા પ્રોત્સાહિત કર્યા જેને સ્ટ્રાઇકિંગ શોલ્ડર ડસ્ટર્સ તરીકે પહેરી શકાય છે અથવા સ્ટડ્સમાં અલગ કરી શકાય છે. આ તેની બહુમુખી પ્રતિભા અને કોઈ પણ પહેરવેશ પર સહાયક કરવાની ક્ષમતાને કારણે, તેને મુસાફરી માટે એકદમ યોગ્ય એક્સેસરીઝ બનાવે છે.
શિયા લક્સ આજની આધુનિક મહિલાઓની જીવનશૈલી અને પસંદગીઓ સાથે સુસંગત છે. નેકલેસ અને ઈયરિંગ્સ સાથેના ડાયમંડ જ્વેલરી સેટની જે રેન્જ તૈયાર કરી છે તે દિવસથી રાત સુધી અથવા ઓફિસથી શેમ્પેઈન બ્રંચમાં સરળતાથી પહેરી શકાય છે.
શિયા લક્સના સ્થાપક અને સીઈઓ ભવ્યા શાહે બ્રાન્ડ અંગે વર્ણન કરતાં જણાવ્યું હતું કે, ‘શિયા લક્સમાં મુખ્ય ત્રણ સ્તંભો છે જેના આધારે અમારું કલેક્શન તૈયાર કરવામાં આવે છે. અમે માનીએ છીએ કે તમામ જ્વેલરી આધુનિક, ટ્રેન્ડી અને રોજિંદા વપરાશ માટે યોગ્ય હોવી જોઈએ. અમારી ડિઝાઈન શાશ્વત અને પરંપરાગત છે, પરંતુ આધુનિક ટ્વીસ્ટ સાથે વિવિધ ઉંમરની અને વિવિધ ક્ષેત્રોની મહિલાને આકર્ષિત કરે છે.’