વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેન્ક અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિને કડક બનાવ્યા પછી એફપીઆઇએ આ મહિને અત્યાર સુધીમાં લગભગ ૪૬,૦૦૦ કરોડ રૂપિયા ઉપાડ્યા છે. ફેડરલ રિઝર્વની નીતિઓ, કાચા તેલની કિંમતો અને અસ્થિર રૂપિયાએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના અંદાજને પ્રભાવિત કર્યો.
આંકડાઓ મુજબ એફપીઆઇ દ્વારા ૨૦૨૨માં અત્યાર સુધીમાં ઇક્વિટીમાંથી સ્પષ્ટ ઉપાડ વધીને રૂ. ૨.૧૩ લાખ કરોડ થયો છે. યસ સિક્યોરિટીઝના સંસ્થાકીય ઇક્વિટીના પ્રમુખ વિશ્લેષક હિતેશ જૈને કહ્યું કે, અમેરિકી ફેડરલ રિઝર્વ અને બીજી પ્રમુખ કેન્દ્રીય બેંકો દ્વારા નાણાકીય સખ્તી, કાચા તેલની કિંમતમાં વધારો અને અસ્થિર રૂપિયાની વચ્ચે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એફપીઆઇ ઊભરતાં બજારોથી દૂર રહેશે. તેમણે કહ્યું કે એફપીઆઇની આવક ત્યારે જ ફરી શરૂ થશે, જ્યારે અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારો અટકી જશે.
જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર ફ.દ્ભ.વિજયકુમારે કહ્યું કે, આ સિવાય જો ડૉલર અને બોન્ડ વળતરનો વર્તમાન પ્રવાહ યથાવત રહે છે, તો એફપીઆઇ દ્વારા હજી વધુ વેચાણ કરે તેવી સંભવના છે. આંકડાઓ મુજબ, વિદેશી રોકાણકારોએ જૂનમાં (૨૪મી સુધી) ઇક્વિટીથી રૂ. ૪૫,૮૪૧ કરોડ રૂપિયાનો ચોખ્ખો ઉપાડ કર્યો. વિદેશી રોકાણકારો ઓક્ટોબર ૨૦૨૧થી ભારતીય ઇક્વિટીમાંથી સતત પૈસા ઉપાડી રહ્યા છે. આ પ્રકારનો ઉપાડ છેલ્લી વાર ૨૦૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં જોવા મળ્યો હતો, જ્યારે મહામારી ઝડપથી વધી રહી હતી.
ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સારા સંકેતોની અસર સ્થાનિક શેરબજારમાં જોવા મળી શકે છે. ઘણા જાણકારોનું માનવું છે કે, ભારતીય શેરબજારમાં આજે ફરી તેજી ચાલુ રહેશે. આ પહેલા ગત કારોબારી સપ્તાહમાં બે દિવસને છોડીને શેરબજારમાં તેજી રહી હતી. જાણકારોનું માનવું છે કે, ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સારા સંકેતોની અસર અહીંના રોકાણકારો પર પણ જોવા મળશે. તેઓનું માનવું છે કે, માર્કેટમાં અખંડિતતા જોવા મળી શકે છે.
વિતેલા થોડા સમયથી સ્થાનિક બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કારોબારી સપ્તાહનો પહેલો દિવસ છે. એવામાં ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા પોઝિટીવ સંકેતોને જોતા ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, બજારમાં વધારો અકબંધ રહેશે. રોકાણકારો ખરીદારી કરશે.