ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણથી આ મામલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલાયો રીપોર્ટ અને આવી હરકત પર શું કરશે ભારત સરકાર. ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે.
સશસ્ત્ર સીમા બળના એક અધિકારીએ આ જાણકારી આપતાં કહ્યું કે બળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ સંબંધમાં રિપોર્ટ મોકલ્યો છે. તો બીજી તરફ વન વિભાગે પણ નેપાળના અતિક્રમણને લઇને રિપોર્ટ મોકલ્યો છે. વન વિભાગના અનુસાર ગત ત્રણ દાયકાથી આ જમીન પર કરવામા૬ આવેલા અતિક્રમણ હેઠળ પાક્કા નિર્માણ સાથે સાથે અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો પણ બનાવી લેવામાં આવી છે.
સીમા સશસ્ત્ર બળના આસિસ્ટન્ટ કમાંડેંટ અભિનવ તોમરે ભારતની ભૂમિ પર નેપાળને લઇને કહ્યું કે આ તાજેતરમાં જ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે નેપાળના અતિક્રમણનો રિપોર્ટ ઉચ્ચ સ્તર પર મોકલવામાં આવ્યો છે. હવે સર્વે ઓફ ઇન્ડીયા અને સર્વે ઓફ નેપાળની ટીમોમાં જ સર્વે કરી વસ્તુસ્થિતિ નષ્ટ કરશે. બીજી તરફ વન વિભાગના અનુસાર જિલ્લાની ટનકપુર શારદા રેંજને અડીને આવેલી ભારત-નેપાળના શારદા ટાપૂ સહિત બ્રહ્મદેવમાં ઘણી જગ્યાઓ પર નેપાળ તરફથી ૩૦ વર્ષોથી અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. ટનકપુરના રેંજર મહેશ બિષ્ટે જણાવ્યું કે સીમાને અડીને આવેલ વન ક્ષેત્રમાં લગભગ ૫ હેક્ટર જમીન પર નેપાળનું અતિક્રમણ છે. બિષ્ટે જણાવ્યું કે અતિક્રમણવાળી જગ્યા પર નેપાળના પાકા મકાનોની સાથે અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે વન વિભાગે પણ પોતાના સ્તરથી દબાણનો રિપોર્ટ ઉત્તરાખંડ શાસન અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.