વિજ્ઞાને હાલ ખુબ પ્રગતિ કરી લીધી છે. પ્રગતિ એ હદે થઈ રહી છે કે હવે જે પહેલા અશક્ય લાગતું હતું તે હવે શક્ય બની રહ્યું છે. એક આવો મામલો આવ્યો છે સામે કે સાચે જ વિશ્વશ જ નહિ થાય. આ મામલો યુનાઈટેડ કિંગડમના લિવરપુલ છે. પતિનું મૃત્યુ બે વર્ષ પહેલા થયું તો પત્નીએ બે વર્ષ પછી બાળકને જન્મ કઈ રીતે આપ્યો? જાણો આ ચમત્કાર કેવી રીતે થયો. એક મહિલાએ પતિના મોતના બે વર્ષ બાદ દિવંગત પતિના બાલકને જન્મના આ સમાચાર લોકોને ખુબ ચોંકાવી રહ્યા છે. અને આ મામલામાં એવું પ્રતિસાદ મળે છે કે આ વૈજ્ઞાનિકે આ હદ સુધી પ્રગતિ થઈ ગઈ છે.
લિવરપુરમાં રહેનારી લોરેન મેકગ્રેગરના પતિ ક્રિસનું જુલાઈ ૨૦૨૦માં બ્રેઈન ટ્યુમરથી મોત થયું હતું. ક્રિસ અને લોરેન એક બાળક હોય તેવું ઈચ્છતા હતા. પરંતુ ક્રિસનું મોત થઈ જતા આ સપનું ચકનાચુર થઈ ગયું. લોરેનને ક્રિસની કમી ખુબ લાગતી હતી. તેણે એક દિવસ વિચાર્યું કે તે કોઈ પણ સંજોગોમાં પતિનું સપનું સાચું કરીને જ રહેશે. આથી તેણે આઈવીએફ ટેક્નિકનો સહારો લેવાનું નક્કી કર્યું. ક્રિસના મોતના લગભગ ૯ મહિના બાદ આઈવીએફ ટેક્નિકથી માતા બનવાની પ્રક્રિયા શરૂ કરી. તેણે ક્રિસના ફ્રિઝ કરેલા શુક્રાણુની મદદથી ગર્ભ ધારણ કર્યો. પતિના મોતના ૨ વર્ષ બાદ લોરેને ૧૭ મે ૨૦૨૨ના રોજ દિવંગત પતિના બાળકને જન્મ આપ્યો. લોરેને આ બાળકનું નામ સેબ રાખ્યું છે. લોરેન કહે છે કે સેબને તેના પિતાની તસવીરથી પરિચિત કરાવવાની જરૂર છે એવું મને જરાય લાગ્યું નથી. એવું લાગે છે કે જાણે તેઓ પહેલેથી જ એકબીજાને જાણે છે. ક્રિસ જ્યાં પણ છે ત્યાંથી તેણે મને તેમનો એક નાનકડો અંશ આપ્યો છે.
લોરેન એમ પણ કહે છે કે તેમનો બાળક સેબ બિલકુલ પિતા જેવો દેખાય છે. જ્યારે તે પેદા થયો હતો ત્યારે તેના વાળ અને માથું પણ પિતાની જેમ જ હતા. એટલું જ નહીં તેની હેરલાઈન પણ ક્રિસની જેમ જ એમ આકારમાં છે. જેને લઈને અમે ક્રિસને ચિડવતા પણ હતા. સેબમાં ક્રિસની ઘણી ખાસિયતો જોવા મળે છે. લોરેને કહ્યું કે ક્રિસનો ૧૮ વર્ષનો પુત્ર પણ સેબથી ખુબ ખુશ છે. એક મોટા ભાઈ કે પિતાએ બાળક માટે જે પણ કરવું જોઈએ તે બધુ જ તે કરે છે.