અમદાવાદ : સાણંદ ખાતે આવેલ ખીચા પ્રાથમિક શાળા ખાતે યોગ દિવસની કરાઈ ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજે સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે, યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. ત્યારે સાણંદ ખાતે આવેલ ખીચા પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  યોગ દિવસ દરમિયાન શાળાના દરેક વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. શિક્ષકો દ્બારા યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતુ.

 હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે, યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે.

Share This Article