ભારતની અગ્રગણ્ય કન્ઝ્યુમર ડ્યૂરેબલ બ્રાન્ડ, ઉષાએ પૂર્વ ક્રિકેટર મિથાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ શાબાશ મીથુ સાથેના જોડાણને માર્કેટીંગ ઝુંબેશ સાથે વધુ સઘન બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ વાયાકોમ18 સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતની મહિલા ક્રિકેટની વનડે તેમજ ટેસ્ટ ટીમની પૂર્વ કેપ્ટન મિથાલી રાજના જીવન પર બનેલી આ ફિલ્મ શ્રીજીત મુખર્જીએ દિગ્દર્શિત કરી છે. ફિલ્મ સાથેના પોતાના જોડાણને સઘન બનાવતા, ઉષાની ઝુંબેશમાં કો-બ્રાન્ડેડ ટીવીસી, ઇન-ફિલ્મ બ્રાન્ડીંગ, ડીજીટલ એક્ટીવેશન અને ઓનલાઇન કોન્ટેસ્ટ્સ, સેલિબ્રિટી મીટ-એન્ડ-ગ્રીટ તેમજ સમગ્ર ભારતમાં સિનેમા હોલ્સમાં મોટા પાયે જાહેરાતનો સમાવેશ થાય છે કે જેથી ગ્રાહકો સાથેનું જોડાણ અને તાલમેલમાં વૃદ્ધિ થઇ શકે.
જાણીતા કલાકાર તાપસી પન્નુ મહાન મહિલા ક્રિકેટર મિથાલી રાજના જીવનને પરદા પર રજુ કરશે અને કેટલાક મેચના દ્રશ્યો, ઘરના દ્રશ્યો, એવોર્ડ ફંક્શન્સ અને ફિલ્મ દરમિયાનની પ્રેસ કોન્ફરન્સીસમાં બ્રાન્ડ ઉષા યોગ્ય રીતે દેખાશે. એક દ્રશ્યમાં તાપસી ઘરના કામ કરવા દરમિયાન ઉષા કોલોસલ ડીએલએક્સ વેટ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરતી પણ દેખાશે. આ વ્યવસ્થાના ભાગરૂપે બ્રાન્ડ કો-બ્રાન્ડેડ ટીવીસી પણ લોન્ચ કરશે.
ઉષા એપ્લાયન્સીસના પ્રેસિડેન્ટ, સૌરભ બૈશાકિયાએ આ જોડાણ અંગે વાત કરતા જણાવ્યું,”અમે શાબાશ મીથુ અંગે ઘણા ઉત્સાહી છીએ કેમકે તેમાં સપના પૂરા કરવાની, પોષણક્ષમ આહાર લેવાની અને સક્રીય જીવન જીવવાની બાબત પર ભાર મુકવામાં આવ્યો છે. અમારા સાધનોથી રસોડામાં ઓછો સમય વિતાવવો પડશે અને તે સમય વ્યક્તિ પોતાના સપના પૂરા કરવામાં શારિરીક રીતે સક્રિય રહેવા માટે ઉપયોગમાં લઇ શકશે. શાબાશ મીથુ એક એવી ફિલ્મ છે જે સમાજના પ્રત્યેક વર્ગના લોકોને તેમના સપના પૂરા કરવા માટે પ્રેરણા આપશે.”
વાયાકોમ18 મોશન પિક્ચર્સના સીઓઓ અજિત અંધારેએ જણાવ્યું, “ક્રિકેટની જેમજ યોગ્ય ભાગીદારીથી કોઇ પણ રમત અને દેખાવ સારો શકે. શાબાશ મીથુ એક એવા પ્રેરણાદાયી ક્રિકેટરની વાર્તા છે જેના ખભા પર ભારતીય મહિલા ક્રિકેટની સફરને ઓળખ મળી છે, અને ઉષા જેવી બ્રાન્ડ અમારી સાથે જોડાઇ છે તેનો અમને આનંદ છે”
શાબાશ મીથુના ટ્રેઇલરની લિન્ક-
શાબાશ મીથુ 15મી જુલાઇ, 2022ના રોજ રજુ થશે. વધુ માહિતી માટે www.usha.com ની મુલાકાત લો.