ભારતના અગ્રણી શોપિંગ ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલે તમામ મેકઅપ પ્રેમીઓ માટે તેની પ્રથમ બ્યૂટી બ્રાંડ IKSU લૉન્ચ કરી છે. ઉત્પાદનોની વિશાળ શ્રેણી અને પોસાય તેવી કિંમત સાથે, IKSUનો ઉદ્દેશ્ય ‘આત્મ-પ્રેમ’ના સંદેશ સાથે મહિલાઓ સુધી પહોંચવાનો છે. IKSU પશુ ક્રૂરતા, સલ્ફેટ્સ અને પેરાબેન્સથી મુક્ત છે. સતત સક્રિય રહેતી મહિલાઓ માટે નિર્મિત આ બ્રાન્ડ IKSU તે મહિલાઓ માટે છે, જેઓ સશક્ત અનુભવ કરે છે, આત્મવિશ્વાસુ અને અડગ છે.
મેક-અપ એ કલા અને સ્વ-અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે, તેવી માન્યતા સાથે IKSUએ દરેક સૌંદર્ય પ્રેમીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બ્યુટી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે. IKSU આ મહિલાઓના જીવનમાં સૌંદર્ય માટેના પ્રેમ અને મહત્વને ઓળખે છે અને તેથી, તેમને કોઈપણ નિર્ણય વિના આત્મ-પ્રેમના સ્વસ્થ ડોઝમાં વ્યસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. તમામ ઉત્પાદનો વિશેષ રીતે આજની મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેઓ હંમેશા ઓન-ટ્રેન્ડ ઉત્પાદનોની શોધમાં હોય છે. IKSU સાથેગુણવત્તા અને સામર્થ્યને એક છત નીચે એકીકૃત રીતે સુલભ બનાવી શકાય છે. આ બ્રાન્ડ ફાઉન્ડેશન, કંસીલર, બ્લશ અને હાઇલાઇટર સહિતની ફેસ પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. આ શ્રેણીમાં આઈલાઈનર અને કોહલ પેન્સિલ જેવી આઇ પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે અને લિપસ્ટિકના વાઈબ્રન્ટ શેડ્સ અને નેઈલ પેઈન્ટની કલરફૂલ પેલેટ માત્ર 99 રૂપિયાથી શરૂ થાય છે, IKSU પાસે દરેક માટે કંઈક છે!
લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલ ખાતે માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ દેવરાજન અય્યરે જણાવ્યું, “લાઇફસ્ટાઇલની પ્રથમ મેકઅપ બ્રાન્ડની શરૂઆત સાથે અમે સૌંદર્ય ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ. IKSU, એ મહિલાઓ માટે છે જેઓ પોતાની સુંદરતાને વ્યક્ત કરે છે અને તેની ઉજવણી કરે છે. ગ્રાહકો IKSU રેંજમાંથી ગુણવત્તાની સાથેસાથે પરવડે તેવી અપેક્ષા રાખી શકે છે. IKSUની શરૂઆત સાથે, લાઇફસ્ટાઇલ એપેરલથી માંડીને ફૂટવેર, એસેસરીઝ અને સૌંદર્ય સુધીની દરેક વસ્તુ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બની રહી છે.”
- IKSU લિપસ્ટિક – રૂ.275
- IKSU કાજલ – રૂ. 160
- IKSU કંસીલર – રૂ.399
- IKSU હાઈલાઇટર – રૂ. 375
- IKSU મસ્કરા – રૂ. 349
- IKSU ક્રેયોન લિપ કલર – રૂ. 499
- IKSU ફાઉન્ડેશન – રૂ. 275
IKSU પ્રોડક્ટ્સ અગ્રણી લાઇફસ્ટાઇલ સ્ટોર્સ અને લાઇફસ્ટાઇલની ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ થશે www.lifestylestores.com