આનંદ મહિન્દ્રાએ સોમવારે ટિ્વટ કરીને લખ્યું કે અગ્નિપથ યોજનાને લઇને ચાલી રહેલા વિરોધથી દુઃખી છું. ગત વર્ષે જ્યારે આ યોજનાનો વિચાર સામે આવ્યો તો મેં કહ્યું હતું કે અને હવે હું ફરી દોહરાવું છું કે આનાથી અગ્નિવીર જે અનુશાસન અને કૌશલ શીખશે તે તેમને રોજગારની શાનદાર તકો ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાઓની ભરતીનું સ્વાગત કરે છે. એક યૂઝરે સવાલ પૂછ્યો કે મહિન્દ્રા ગ્રુપમાં અગ્નિવીરોને શું પોસ્ટ આપવામાં આવશે? તેના જવાબમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે કોર્પોરેટ સેક્ટરમાં અગ્નિવીરો માટે રોજગારની અપાર સંભાવના છે. તેમણે કહ્યું કે લીડરશિપ, ટીમવર્ક અને ફિઝિકલ ટ્રેનિંગના કારણે અગ્નિવીરના રુપમાં ઇન્ડસ્ટ્રીને બજાર પ્રમાણે પહેલાથી તૈયાર પ્રોફેશનલ મળશે. સંચાલનથી લઇને પ્રશાસન અને સપ્લાઇ ચેઇન મેનેજમેન્ટ સુધી આખું બજાર તેમના માટે ખુલ્લું રહેશે. તમને જણાવી દઈએ કે થલસેના, વાયુસેના અને નૌસેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત શરૂઆતમાં ચાર વર્ષ માટે યુવાઓેને રાખવામાં આવશે. ટ્રેનિંગ પછી તેમની નિમણુક કરવામાં આવશે. ચાર વર્ષ પછી ૨૫ ટકા અગ્નિવીરોને સેનામાં રાખવામાં આવશે. આ યોજનાનો વિરોધ કરી રહેલા લોકો તર્ક આપી રહ્યા છે કે આનાથી બેરોજગારી વધારે વધશે અને તેમની કારકિર્દી અનિશ્ચિત થઇ જશે. જોકે સરકારે તેનાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
ભારતીય વાયુસેનાની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે અગ્નિવીરોને માસિક વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફોર્મ એલાઉન્સ, કેન્ટી અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. જેવી કે એરફોર્સના નિયમિત સૈનિકને મળે છે.