આધાર્ડ કાર્ડ સાથે જોડાયેલા દરેક કામ ઘરે બેઠા જ થઈ શકે અને લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે UIDAIએ એક ખાસ પ્લાન બનાવ્યો છે. UIDAI ડોર સ્ટેપ સર્વિસ પર તેજ ગતિથી કામ કરી રહ્યું છે. આ સુવિધા લાગુ થતાં જ આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરાવો હશે કે પછી આધારમાં અન્ય કોઈ ચેન્જ કરાવો હશે તો આની જાણકારી ઘરે બેઠા જ લોકોને આપવામાં આવશે. એટલે કે હવે આધાર સેવા કેન્દ્રમાં જવાનું જરૂરિયાત નહીં રહે.
UIDAI હાલ ૪૮ હજાર પોસ્ટમેનને ટ્રેનિંગ આપી રહ્યું છે. આ ટ્રેનિંગ આધાર કાર્ડ સાથે જોડાયેલા દરેક કામને લગતી છે. ભવિષ્યમાં લોકોને ઘરે બેઠા સેવાનો લાભ મળે તે માટે આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દોઢ લાખથી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનો UIDAIનો પ્લાન છે. આ ટ્રેનિંગ કુલ બે તબક્કામાં યોજાવાની છે. UIDAI પોસ્ટમેનને ટ્રેનિંગ તો આપશે જ સાથે સાથે તમામ સંસાધન પણ પુરા પાડશે જેની જરૂરિયાત આધારકાર્ડના અપડેટમાં રહે છે. પોસ્ટમેનને લેપટોપ કે પછી ડેસ્કટોપ આપવામાં આવશે. જેનાથી તેઓ દરેક લોકોના આધારકાર્ડ અપડેટ કરી શકશે. એક અધિકારીના કહેવા મુજબ UIDAI એ તમામ પ્રયાસો કરી રહ્યું છે જેનાથી કોઈ પણ પ્રકારના વિઘ્ન વીના આ સુવિધાનો લાભ લોકો સુધી પહોંચી શકે. આ સિવાય UIDAIનો પ્રયાસ છે કે દેશના તમામ જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો ખોલવામાં આવે. જેનાથી લોકોને આધાર સાથે જોડાયેલી જાણકારી અને અપડેટ કરાવવામાં કોઈ પરેશાની ન વેઠવી પડે.આધાર કાર્ડમાં ઘણીવાર નામ, જન્મતારીખ કે પછી સરનામાને લઈ સમસ્યાઓ સામે આવતી હોય છે જેના કારણે તેમાં સુધારા વધારા માટે લોકો આધારકાર્ડ કેન્દ્ર પર જવું પડે છે, આવા કેન્દ્રો પર સર્વર ડાઉન હોવાના પણ પ્રશ્નો સામે આવે છે જેના કારણે લોકોએ ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે આ ધક્કામાંથી મુક્તિ મળી જશે. તમે તમારા ઘરે બેઠા જ આધાર કાર્ડનું કોઈ પણ કામ કરી શકશો. આ માટે UIDAI ૪૮ હજાર પોસ્ટમેનને ટ્રેનિંગ આપી રહ્યું છે. જેનાથી ભવિષ્યમાં કોઈ ફણ વ્યક્તિ ઘરે બેઠા જ આધાર કાર્ડ સાથે જોડાયેલું કોઈ પણ કામ કરાવી શકશે. એક રિપોર્ટ મુજબ દોઢ લાખથી વધુ અધિકારીઓને બે તબક્કામાં ટ્રેનિંગ આપવાનો UIDAIનો પ્લાન છે.