સુશાંતે ૨૦૨૦ની ૧૪મી જૂનનાં રોજ બાન્દ્રા ખાતેના તેના નિવાસસ્થાને આપઘાત કરી લીધો હતો. સુશાંતના આકસ્મિક મોત અંગે જાત જાતની અલગ અલગ થિયરીઓ વહેતી થઈ હતી. સુશાંત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ સંડોવાયું હતું જેમાં બોલિવુડનું ડ્રગ કનેક્શન બહાર આવ્યું હતું. જેમાં રિયા ચક્રવર્તીની સાથે સાથે બોલિવૂડની ઘણી બધી અદાકારોને દ્ગઝ્રમ્એ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી.
દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિતની બોલિવૂડ અભિનેત્રીઓની પૂછપરછ થઈ હતી. સુશાંતના મોત તથા તેના બેંક ખાતાંમાં થયેલા વ્યવહારો અંગે બિહાર પોલીસે પણ પોતાની રીતે તપાસ ચાલુ કરી હતી. તેને લઈને મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચે વિખવાદ પણ થયો હતો. છેવટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. જોકે, સીબીઆઈએ આ કેસમાં હજુ સુધી ક્લોઝર રિપોર્ટ આપ્યો નથી. બીજી તરફ ડ્રગ કેસની તપાસ એનસીબીએ કરી હતી. એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે અને ચાર્જશીટ રજૂ કરી દીધું છે. તે પછી રિયા જામીન પર છુટી ચુકી છે. આ કેસને પગલે બોલિવૂડમાં નેપોટિઝમ (ભાઇ/ભત્રીજાવાદ) હોવાનાં કિસ્સા પણ ખુલ્લા પડ્યાં હતાં. બોલિવુડના સ્ટારકિડ્ઝને આગળ વધારવા સુશાંત જેવા બહારથી આવેલા સ્ટાર્સનું શોષણ થતું હોવાના આક્ષેપો કરાયા હતા. બે વર્ષથી આ આક્ષેપોના સંદર્ભમાં વારંવાર જસ્ટિસ ફોર સુશાંત અને બોયકોટ બોલિવૂડ હેશટેગ ટ્રેન્ડ થયા કરે છે સુશાંતનાં ફેન્સની ઘણી બધી અપિલ અને ઝુંબેશ છતાં હજું સુધી સુશાંત કેસમાં કંઇજ નક્કર પુરાવા સામે આવ્યાં નથી.
હિન્દી ઇન્ડસ્ટ્રીનાં આવાં નેપોટિઝમ, તેમજ ઉભરતા કલાકારો સાથે ગેરવર્તન તેમજ ફિલ્મોમાં જુના ગીતોને ફરી રિક્રિએટ કરવાં તેમજ ઓરિજનલ કંઇજ ન પિરવસાને કારણે હિન્દી ફિલ્મોનાં ફેન્સનો વિશ્વાસ તેનાં પરથી ડગવા લાગ્યો છે. અને તેઓ હવે સાઉથની ફિલ્મો તરફ વળી ગયા છેબોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને આજે ૧૪ જૂનનાં મંગળવારે બે વર્ષ પૂરાં થઈ ગયા છે. જોકે, આ કેસમાં બે વર્ષ થઇ ગયા છતાં પણ કંઇ જ અપડેટ નથી આવ્યું