સેમ્બકોર્પની રિન્યુએબલ એનર્જી આર્મ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા લિમિટેડે (SGIL) 2021 માટે તેના પ્રભાવશાળી સમુદાય વિકાસ પહેલ માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને નેશનલ કમિશન ફોર કન્સ્ટિટ્યુશન ઑફ ઈન્ડિયા રિફોર્મ્સના ભૂતપૂર્વ અધ્યક્ષ અને માનનીય ન્યાયાધીશ એમ.એન. વેંકટાચલીયાની અધ્યક્ષતામાં જ્યુરી દ્વારા પાવર (રિન્યુએબલ) સેક્ટર હેઠળ SGILને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
રેગ્યુલેટરી એન્ડ પાવર માર્કેટ્સ – ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ વિપ્રદાસ, લીગલ- ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કપૂર, સ્ટાર્સ (ફાયનાન્સ) – ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ હર્ષ બંસલ અને એસેટ મેનેજમેન્ટ (રિન્યુએબલ) – ઈન્ડિયાના આસિસ્ટંટ વાઇસ પ્રેસિડેન્ટ શરદ કુમાર દુબેનો સમાવેશ કરતી સેમ્બકોર્પની ટીમને આજે દિલ્હીમાં એક સમારંભ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
1991માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિરેક્ટર્સ (IOD) દ્વારા સ્થાપિત ગોલ્ડન પીકોક એવોર્ડ્સ, મૂલ્યાંકન પ્રક્રિયામાં તેમની વિશ્વસનીયતા માટે વિશ્વભરમાં ઓળખાય છે અને તેથી તે કોર્પોરેટ શ્રેષ્ઠતાની ઓળખ તરીકે જાણીતો છે. ગોલ્ડન પીકોક એવોર્ડ્સ સ્વ-મૂલ્યાંકનની તક પૂરી પાડે છે અને કંપનીઓને તેમના પ્રદર્શન સ્તરને વેગ આપવા અને સ્પર્ધાત્મક બજારમાં આગળ રહેવામાં મદદ કરે છે.
આ વર્ષે, ગોલ્ડન પીકોક એવોર્ડ્સ સેક્રિટેરિએટે કોર્પોરેટ્સ – મોટા અને એસએમઇસ – જાહેર, ખાનગી અને સરકારી સાહસો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી. તેને સીએસઆર, એચઆર એક્સેલેન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ઇનોવેશન તરફથી 496થી વધુ પ્રતિસાદો મળ્યા છે અને સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય માપદંડોના આધારે અને અંતે ગ્રાન્ડ જ્યુરી દ્વારા 176 અરજીઓને ત્રણ-સ્તરની આકારણી પ્રક્રિયા પર અંતિમ પસંદગી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.
સેમ્બકોર્પ જીવનની ગુણવત્તા સુધારવા અને તેમને સર્વગ્રાહી રીતે સશક્ત કરવા માટે સમગ્ર દેશમાં અને તેની આસપાસના કાર્યક્ષેત્રમાં તેના સમુદાયો સાથે નજીકથી કામ કરે છે. સેમ્બકોર્પ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ, ટકાઉપણા અને આબોહવા કાર્યોના ક્ષેત્રોમાં કેન્દ્રિત સીએસઆર હસ્તક્ષેપ અને કાર્યક્રમોના માધ્યમથી તેના સમુદાય પર હકારાત્મક અસર કરવાનું ચાલુ રાખે છે.