વિશ્વમાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી, હવે રશિયામાં કોરોના વાયરસનો સૌથી ઘાતક સ્ટ્રેન મળ્યો છે. અહીં ઓમિક્રોનનો સૌથી ઘાતક સબ વેરિઅન્ટ BA.૪ મળ્યો છે. રશિયાની સ્વાસ્થ્ય સંસ્થાએ તેની પુષ્ટિ કરી છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્થ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન (રોસ્પોટ્રેબ્નાડઝોર) ના સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર એપિડેમિયોલોજીના જીનોમ સંશોધનના વડા કામિલ ખાફિઝોવે સમજાવ્યું કે તાજેતરમાં પ્રકાશિત થયેલા કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે BA.૪ અને BA.૫ વેરિઅન્ટ ઓમિક્રોન કરતાં વધુ ચેપી છે. તેમણે કહ્યું, જો કે, રશિયામાં કોરોનાના જે પણ કેસ નોંધાઈ રહ્યા છે, તેમાં ૯૫ ટકા કેસોમાં માત્ર BA.૨ પેટા વેરિઅન્ટ જ જોવા મળ્યા છે. બે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓએ ઓમિક્રોન સબવેરિયન્ટ BA.૪ ના સૌથી ઘાતક પેટાવંશને શોધવા માટે BA.૪ સબલાઇનેજના વાયરલ જીનોમને ફય્છઇેજ ડેટાબેઝમાં સબમિટ કર્યા છે. જીનોમ રિસર્ચના વડા કામિલ ખાફેજોવે જણાવ્યું હતું કે આ સેમ્પલ ગયા મે મહિનામાં લેવામાં આવ્યા હતા.
ઓમિક્રોનના મૂળ પ્રકારની સરખામણીમાં BA.૪ વેરિઅન્ટ BA.૨ વેરિઅન્ટ સાથે સમાનતા ધરાવે છે. BA.૪ ઓમિક્રોન સબ વેરિઅન્ટ ન્૪૫૨ઇ મ્યુટેશન ધરાવે છે, જે અગાઉના ડેલ્ટા વેરિઅન્ટમાં પણ જોવા મળ્યું હતું. આવા ચોક્કસ પરિવર્તનો વાયરસને વધુ ચેપી બનાવે છે અને માનવ કોષો પર હુમલો કરવાની તેની ક્ષમતામાં વધારો કરે છે. ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે થોડો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૮૪ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૪૭ હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૩.૨૪ ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪૭,૯૯૫ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૭૭૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૫૭,૩૩૫ લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૫,૧૯,૮૧,૧૫૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે ૧૧,૭૭,૧૪૬ ડોઝ આપવામાં આવ્યા હતા.