સૉફ્ટવેર ડેવલપમેન્ટ અને આઈ. ટી. સર્વિસ ક્ષેત્ર સાથે સંકળાયેલી અગ્રણી એવીન્સ ડેવલપમેન્ટ કંપનીનાંં દશ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. એવીન્સ દ્વારા હોટલ મેરિયોટમાં યોજાઈ ગયેલી આ એક દસકાની સફળતાની ઉજવણીમાં કંપનીના સ્ટાફ મૅમ્બર તથા તેમના કુટુંબીજનો, પૂર્વ સ્ટાફ મૅમ્બર તથા કંપની સાથે સંકળાયેલા મહાનુભાવો સહભાગી થયા હતા.
કંપનીના સંસ્થાપક મૌલિક પંડયાએ છેલ્લાં દશ વર્ષ દરમિયાન, ૧૨૫૦ પ્રોજેક્ટ, ૨૦૦થી વધારે વિદેશી કંપનીઓ સાથે કામગીરી તથા ૨૮ દેશોમાં ક્લાઈન્ટ બેઇઝ ઊભો કરવા જેવી કંપનીની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. તેમણે કંપનીનું આગામી દશ વર્ષ માટેનું વિઝન પણ રજૂ કર્યું હતું. તેમણે અલગ-અલગ દેશોમાં કંપનીની ઑફિસો શરૂ કરવા, સ્ટાફમાં વધારો કરવા અને સ્ટાફ માટે ખાસ ઈન્સેન્ટિવ અને સ્ટોક હોલ્ડિંગ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
એવીન્સ ડેવલપમેન્ટની ચાઈલ્ડ કંપની ‘ઈટાન્સ’ દ્વારા આ ઉજવણી કાર્યક્રમ દરમ્યાન, પોતાની નવી ‘કુપન ઍપ’ લોકાર્પણ (લૉન્ચ) કરવામાં આવી હતી. ‘ઈટાન્સ’ દ્વારા વેબસાઈટ, ડિજિટલ મેનુ, મોબાઈલ એપ્લિકેશન, માર્કેટિંગ સર્વિસ જેવાં રેસ્ટોરન્ટને લગતાં ટેક્નોલૉજી-સોલ્યૂુશન આપવામાં આવે છે.
ઉજવણી દરમ્યાન, જુદી-જુદી કૅટેગરીના ૫૦ જેટલા ઍવૉર્ડ અર્પણ કરીને સ્ટાફનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.