વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૨ની થીમ ‘ઓનલી વન અર્થ’ એટકે કે માત્ર એક પૃથ્વી છે. ૧૯૭૨માં સ્ટોકહોમમાં સંમેલન થયું, જેમાં ઓનલી વન અર્થનો નારો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાર્ષિક વૈશ્વિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ સંમેલનને ૫૦ વર્ષ પૂરા થવા પર આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની સ્વીડન કરી રહ્યું છે. દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે લોકોને જાગરૂત કરવાનો છે.
વિશ્વમાં પર્યાવરણ પર ગંભીર અસર પડી છે અને તેના કારણે માનવ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ૫ જૂન ૧૯૭૨ના સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ પર્યાવરણ દિવસનો પાયો નાખ્યો, ત્યારબાદ દર વર્ષે જુદી-જુદી થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમવાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ૫ જૂન ૧૯૭૨ના સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં કરવામાં આવી હતી. આજે ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે.
પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે. પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મુકી દીધુ છે. દુનિયાને આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે લોકોને અપીલ કરવામાં આવે છે કે તે પોતાની આસપાસ કુદરતી સંસાધનોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરે. પર્યાવરણને સારૂ રાખવા માટે સતત પ્રયાસો કરવા આપણા બધાનું કર્તવ્ય છે. આજે જે રીતે લોકો બીમાર પડી રહ્યું છે, તેનું કારણ આપણી જીવનશૈલીમાં આવેલા પરિવર્તનની સાથે પ્રદૂષિત પર્યાવરણ પણ છે. આજે આપણી પાસે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા નથી તો પીવા માટે શુદ્ધ પાણી નથી.
અનેક પ્રકારના પ્રદૂષણને કારણે પર્યાવરણને ખુબ હાની પહોંચી છે. જાે પર્યાવરણ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આવનારી પેઢીએ તેના ખતરનાક પરિણામ ભોગવવા પડશે.