આગામી મહિને છોડાનારા ભારતના બીજા ચંદ્રયાન-૨ નું લોંચિંગ પાછળ ઠેલાયું છે. કેટલાક નિષ્ણાતોના ટેસ્ટ કરવાના સૂચન પછી હવે તેને હવે ઓકટોબરમાં છોડવામાં આવશે, એમ ઇસરોએ આજે કહ્યું હતું. તેના પગલે હવે મિનશ મુન ઓકટોબરમાં લોન્ચ કરાશે, એમ ઇસરોના ચેરમેન કે. શિવમે આજે કહ્યું હતું.
વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અવકાશ વિભાગના ઇનચાર્જ જીતેન્દ્ર સિંહે ગઇ ૧૬ ફેબ્રુઆરીએ કહ્યું હતું કે જેના હેઠળ ઇસરો પહેલી જ વાર ચંદ્રની ધરતી પર દક્ષિણ તરફ એક રોવર ઉતારવાનો પ્રયાસ કરશે તેને હવે ઓકટોબરમાં છોડાશે. શિવમે અગાઉ કહ્યું હતું કે રૂપિયા ૮૦૦ કરોડના ચંદ્રયાનને પહેલાં એપ્રીલ અને ઓકટોબરની વચ્ચે છોડવાની યોજના હતી.
ઇસરોના લક્ષ્ય તો એપ્રીલ મહિનો હતો પરંતુ હવે કદાચ ઓકટોબર નવેમ્બર મહિનાઓ વચ્ચે છોડાશે, એમ તેમણે કહ્યું હતું. ઇસરો અનુસાર, ચંદ્રયાન-૨ શુધ્ધ રૂપે સ્વદેશી બનાવટનો છે અને તેમાં ઓર્બિટ, લેન્ડર અને રોવર છે. આશરે ૩૨૯૦ કિલોનો આ ચંદ્રયાન-૨ ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને રિમોટ સોન્સિંગના તમામ કામગીરી કરશે.