સમયની સાથે અમદાવાદ પણ યુનિક ફેશન કલોથ્સ અને જવેલરીની માંગ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે દરેક સ્ત્રીને પોતાના વસ્ત્રો અને ઘરેણાં બીજા કરતા કંઈક યુનિક અને કંઈક અલગ પહેરવા ગમે છે. દરેક સ્ત્રીની પસંદગીની એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી સ્ત્રી વેડિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ભારતમાંથી એક્ઝિબીટરો પોતાની વિવિધ એક્સપટાઈઝ સાથે જોડાયા છે. આ એક્ઝિબિશનનું આયોજન સીમાહોલ ખાતે તા. 3 થી 5 જૂનના રોજ કરવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશનનું આયોજન અમદાવાદના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અને વર્ષોનો અનુભવ ધરાવતાં નિશા ધનુકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આયોજક નિશા ધનુકા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આ ત્રણ દિવસીય એક્ઝિબિશનમાં ડિઝાઈનર જવેલરી, ડેકોર, એપેરેલ તેમજ ગિફ્ટની વિવિધ ચિજવસ્તુઓ ઉપલબ્ધ છે. દરેક સ્ત્રી માટે લગ્નનું ખૂબ અલગ જ મહત્વ હોય છે અને તેની ખરીદી માટે પણ સ્ત્રીઓને સારામાં સારી વસ્તુઓ જોઈએ છે ત્યારે આ સમયમાં અલગ અલગ વસ્તુઓ માટે અલગ જગ્યાએ ના જવું પડે તે માટે આ પ્રકારના આયોજનો આશીર્વાદરૂપ બની રહે છે. આયોજક દ્વારા અમદાવાદના દરેક સ્ત્રીઓને ખાસ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.