કોરોના બાદ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવી રહ્યાં છે. આ વાયરસ ૨૦ જેટલા દેશોમાં પહોંચી ચુક્યો છે. મંકીપોક્સનો પ્રકોપ અચાનક વધવો દુનિયા માટે ખતરા સમાન છે, કારણ કે આ પણ નજીકમાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. વિશ્વમાં કોરોના બાદ મંકીપોક્સના કેસે લોકો તથા સરકારની ચિંતા વધારી દીધી છે.
પરંતુ હજુ સુધી ભારતમાં મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. મંકીપોક્સની ચિંતા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી સેમ્પલ એનઆઈવી પુણે મોકલવામાં આવશે. વધુમાં, ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્ક પછી ૨૧ દિવસના સમયગાળા માટે નિરીક્ષણ કરવું જાેઈએ.
સરકારે ગાઇડલાઇનમાં કહ્યું કે જ્યારે કોઈ શંકાસ્પદ દર્દીની જાણ થાય તો તેના સેમ્પલ પુણે એનઆઈવીમાં તપાસ માટે મોકલવામાં આવશે. આ સેમ્પલને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવશે. તો એવા મામલાને શંકાસ્પદ માનવામાં આવે, જેમાં કોઈ ઉંમરની વ્યક્તિ જેનો છેલ્લા ૨૧ દિવસની અંદર પ્રભાવિત દેશોની યાત્રાનો ઈતિહાસ રહ્યો હોય. સાથે તાવ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, શરીરમાં ફોલ્લી જેવા લક્ષણ હોય.
દર્દીને આઇસોલેશન રૂમમાં કે ઘરે અલગ રૂમમાં રાખવામાં આવશે. દર્દીએ ત્રિપલ લેયર માસ્ક પહેરવું પડશે. આઇસોલેશન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દર્દી સાજાે ન થાય. શંકાસ્પદ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે. તો આંતરરાષ્ટ્રીય પેસેન્જર માટે કહેવામાં આવ્યું કે તે મંકીપોક્સના લક્ષણ જાેવા મળવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરે. આ સિવાય જાે તમે એવા ક્ષેત્રમાં છો જ્યાં મંકીપોક્સનો કેસ મળ્યો છે કે તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં હતા જેને મંકીપોક્સ થઈ શકે છે. તો તે વાતની પણ જાણકારી આપવામાં આવે.