ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી લોકો લૉકડાઉનને કારણે ઘરોમાં બંધ છે. પરંતુ હવે કેસ ઓછા થતાં શાંઘાઈમાં પ્રતિબંધોમાં ઢીલ આપવા માટે મોટા પગલા ભરવામાં આવશે. શાંઘાઈના અધિકારીઓએ આ જાણકારી આપી છે. અહીં લૉકડાઉનને કારણે લાખો લોકો ઘરમાં બંધ છે.
શાંઘાઈના ડેપ્યુટી મેયર જાેંગ મિંગે મંગળવારે કહ્યુ કે ચીનના બાકી ભાગની સાથે રેલ સંપર્ક સેવા સિવાય બસ અને મેટ્રોની સેવા સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે. શાળા આંશિક રૂપથી વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક આધાર પર ખુલશે અને શોપિંગ મોલ, સુપરમાર્કેટ, બજાર તથા દવાની દુકાનોને ૭૫ ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી હશે.
પરંતુ જિમ અને થિએટર હાલ બંધ રહેશે. અધિકારીઓએ લૉકડાઉનમાં ઢીલ માટે એક જૂનની તારીખ નક્કી કરી હતી અને હવે પ્રતિબંધોમાં રાહત ધીમે-ધીમે આપવામાં આવી રહી છે. શાંઘાઈમાં કેટલાક મોલ અને બજાર ફરી ખુલી ગયા છે. તો કેટલાક લોકોને એકવારમાં કેટલીક કલાકો ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી છે.
શાંઘાઈમાં સોમવારે કોરોનાના નવા ૨૯ કેસ સામે આવ્યા હતા. ચીનની સત્તામાં રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારી લી કિયાંગે સોમવારે એક બેઠકમાં કહ્યું કે શહેરમાં મહામારીના પ્રકોપથી લડવામાં સતત મોટી સિદ્ધિ હાસિલ કરી છે. તો રાજધાની બેઇજિંગના કેટલાક જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે.
ચીનની રાજધાનીમાં સોમવારે કોરોનાના ૧૮ નવા કેસ સામે આવ્યા હતા.