ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે ગુજરાતના શહેરો તથા બીજા તમામ જગ્યાઓ પર ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે . તેવામાં ન્યૂઝ ૧૮ ગુજરાતી શ્રીનગર પહોચ્યું છે. શ્રીનગરના દાલ લેક ખાતે અદભુત નઝારો જાેવા મળ્યો. દેશના અલગ અલગ રાજ્યોમાંથી સહેલાણીઓ આ મોસમની મઝા માણતા નજરે પડ્યા.
શ્રીનગર ખાતે તાપમાન ૨૦ થી ૨૨ ડિગ્રી જાેવા મળ્યું. સહેલાણીઓએ દાલ લેકમાં શિકારાની મજા માણી. દાલ લેકનો રસ્તો ૨૨ કિમોનો લાંબો ફેલાયેલો છે અને જેની મજા માણવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે. આ લેખમાં લગભગ ૬ હજાર જેટલી બોટ કાર્યકરત છે. જેઓનો પરિવાર આ ધંધા પર જ ર્નિભર છે.
કોરોનાના કપરા સમયમાં અહીંના લોકો માટે પણ ધંધા રોજગાર બંધ થઈ જતા ગુજરાન ચલાવવું અઘરું થઈ ચૂક્યું હતું સ્થાનિક ટુરિસ્ટ ગાઈડ અસિફખાન જણાવે છે કે, ૩૭૦ની કલમ હટયા બાદ કશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો અનેક ગણો વધ્યો છે.
પાછલા બે દિવસમાં જ શ્રીનગરમાં બહારથી આવેલા અઢીથી ત્રણ લાખ પ્રવાસીઓ અહીંના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. પ્રકૃતિના ખોળે સ્વર્ગનો અનુભવ કરાવતું કશ્મીર ૩૭૦ની કલમ હટતા ઔર નિખર્યું છે. સુંદરતા ત્યારે જ નિખરે જ્યારે તેના કદરદાન હોય.
આ કશ્મીરની સુંદરતાને માણવા લાખો કદરદાન પ્રવાસીઓ કશ્મીર આવી રહ્યા છે. કોરોના કેસ ઓછા થતા ફરીથી અનેક લોકો પ્રવાસ માટે શ્રીનગર આવી રહ્યાં છે. અને ગુજરાતીઓનો પણ મોટા પ્રમાણમાં ધસારો જાેવા મળી રહ્યો છે.૩૭૦ની કલમ હટયા બાદ કાશ્મીરની તસવીર બદલાઈ છે.
દેશમાં અનેક ભાગોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કશ્મીર સહેલાણીઓથી ઉભરાયું છે. કાશ્મીરના રમણીય સ્થળો અને તેમાંય અહીંનું કુદરતી સૌંદર્ય ગણાતું દાલ સરોવરનો નજારો કંઈ ઔર જ છે. અત્યારે ફુલગુલાબી ઠંડીમાં કાશ્મીરના આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.