વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની રાજધાની ટોક્યોના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન તેમને પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે- જ્યારે પણ હું જાપાન આવું છું તો દર વખતે જોવું છું કે તમારી સ્નેહ વર્ષમાં વધારો થાય છે. તમારામાંથી કોઈ સાથે એવા છે જે વર્ષોથી અહીં વસેલા છે. અહીંની ભાષા અને વેશભૂષા તેમજ કલ્ચર આ બધું જ તમારા જીવનનો ભાગ બની ગયો છે. તેનું એક કારણ એ પણ છે કે તમારામાં ભારતીય સમુદાયના સંસ્કાર રહેલા છે. તેમને કહ્યું- જાપાનમાં પોતાના કલ્ચર અને સંસ્કારનું મિલન થયું છે. તેથી આ પોતાનાપણું લાગે છે સ્વભાવિક છે. તમે અહીં વસી ગયા છો. અનેક લોકોએ અહીં લગ્ન પણ કરી લીધા છે. પરંતુ તે પણ સત્ય છે કે આટલા વર્ષોથી અહીં રહેવા છતાં ભારત પ્રત્યે તમારી શ્રદ્ધા અને જ્યારે ભારત અંગે સારા સમાચાર આવે છે તો તમારી ખુશીઓનો પાર નથી રહેતો અને ખરાબ સમાચાર આવે છે તો દુઃખી થઈ જાય છે. જાપાન કમળના ફુલની જેમ પોતાની જડથી જોડાયેલા છે. જેના કારણે તે સુંદર દેખાય છે. આ આપણાં સંબંધોની વાત પણ છે. આપણાં સંબંધોને ૭૦ વર્ષ થઈ ગયા. ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે.
આપણા સંબંધ આત્મીયતા અને પોતાનાપણુંનો છે. આ સંબંધ સન્માનનો છે. આ દુનિયા માટે દ્રઠ સંકલ્પનો છે. જાપાન સાથેનો સંબંધ બુદ્ધ અને બોધનો છે. અમારા મહાકાળ છે, જાપાનમાં ગાયકોતિન છે. આપણી મા સરસ્વતી છે, જાપાનમાં બેંજાયતિન છે. ૨૧મી સદીમાં પણ ભારત અને જાપાન સાંસ્કૃતિ સંબંધોને આગળ વધારી રહ્યાં છીએ. હું કાશીનો સાંસદ છું. જ્યારે શિંજા આબે કાશી આવ્યા હતા તો તેમને રુદ્રાક્ષ આપ્યો. આ વાત આપણને નિકટ લાવે છે. તમે આ ઐતિહાસિક બંધનને વધુ મજબૂત બનાવી રહ્યાં છો. આજની દુનિયાને ભગવાન બુદ્ધે બતાવેલા રસ્તા પર ચાલવાની પહેલાંથી વધુ જરૂરિયાત છે. હિંસા, આતંકવાદ કે ક્લાઈમેન્ટ ચેન્જનો સામનો કરવા માટે આ એક જ રસ્તો છે. ભારત સૌભાગ્યશાળી છે કે તેમને ભગવાન બુદ્ધના સાક્ષાત આશીર્વાદ મળ્યા. પડકાર ગમે તેટલાં હોય ભારત તેનું સમાધાન શોધે જ છે.
ભારત આજે કઈ રીતે વૈશ્વિક પડકારનો સામનો કરે છે. ક્લાઈમેન્ટ ચેન્જ એક મોટો પડકાર બની ગયો છે. અમે આ પડકારનો જોયા અને રસ્તા પણ શોધ્યા. ૨૦૭૦ સુધી અમે નેટ ઝીરો માટે વાયદો કર્યો છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ માટે અમે સાથે છીએ. જાપાને તો તેનો સૌથી વધુ અનુભવ કર્યો છે. તેઓ દરેક સમસ્યામાંથી કંઈકને કંઈક શીખે છે અને વ્યવસ્થાઓને વિકસિત કરે છે. અમે આજે ગ્રીન ફ્યુચર અને ગ્રીન રોડ મેપ માટે ઝડપથી આગળ વધી રહ્યાં છીએ.
ગ્રીન હાઈડ્રોજન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ દશકાના છેવાડા સુધી અમે ૫૦ ટકા નોન ફોસિલ ફ્યૂલનો ટાર્ગેટ પૂરો કરી લેશું. ગ્લોબલ સપ્લાઈ ચેનને બે વર્ષમાં નુકસાન થયું છે. જેને લઈને અનેક સવાલ છે. ભવિષ્યમાં તેનાથી બચવા માટે અમે આર્ત્મનિભરતાના સંકલ્પની સાથે આગળ વધી રહ્યાં છીએ. આ દુનિયા માટે પણ મોટું ઈન્વેસ્ટમેન્ટ છે. આખી દુનિયાને તેનો અનુભવ છે. દુનિયાને તે પણ દેખાય રહ્યું છે કે ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. જાપાનમાં તેમાં મહત્વનું સહયોગી છે. ભારતમાં થઈ રહેલા ફેરફારમાં એક વાત ખાસ છે. અમે એક સ્ટ્રોન્ગ અને રિસ્પોન્સિબલ ડેમોક્રેસીની ઓળખ બનાવી છે. જેમાં સમાજના તે લોકો પણ જોડાઈ રહ્યાં છે જે પહેલા તેમાં ગૌરવ અનુભવતા ન હતા. પુરુષોથી વધુ મહિલાઓ વોટ કરી રહી છે. આ તે વાતનું પ્રમાણ છે કે ભારતમાં ડેમોક્રેસી દરેક નાગરિકને કેટલું શક્તિશાળી બનાવે છે. લીકેજ પ્રૂવ ગર્વનન્સ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ. જે વસ્તુના હક્કદાર છે, તેઓ કોઈ પણ જાતની પરેશાની કે ભલામણ વગર પોતાનો હક્ક મેળવી લે છે.