ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ પ્રા. લિ. (ડીઆઇસીવી)એ તેમણે હાંસલ કરેલી સિદ્ધિ અંગે જાહેર કર્યું છે કે, તેમણે વર્ષ 2021માં 14,222 ટ્રકનું વેચાણ કરીને હોલસેલ્સમાં 48%ની વૃદ્ધિ કરી છે. પુરવઠા શ્રૃંખલામાં અપાર અવરોધો, વધતી જઈ રહેલી કિંમતો અને વૈશ્વિક મહામારી છતાં ભારત બેન્ઝ ટ્રક્સ અને બસોની આ ઉત્પાદનકર્તા કંપનીએ ગત વર્ષે નિકાસમાં 125%નો વધારો નોંધાવ્યો છે, જે તેનો અત્યાર સુધીનો સૌથી વધારે છે તેમજ તેણે પાર્ટ્સનું પણ અત્યાર સુધીનું સૌથી વધારે વેચાણ કર્યું છે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે, ‘2021નું વર્ષ ડીઆઇસીવી માટે એક અદભૂત વર્ષ હતું. અમે પડકારોને તકોમાં ફેરવી દીધી અને અમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, તેના કરતાં પણ ઘણું વધારે હાંસલ કર્યું. પુરવઠા શ્રૃંખલામાં રહેલા અવરોધો, વધતા જઈ રહેલા ઉત્પાદનખર્ચ, ઇંધણની વધી રહેલી કિંમતો અને વૈશ્વિક મહામારીના પ્રભાવ છતાં અમે વર્ષના અંતે ઘરેલું વેચાણમાં 48%ની વૃદ્ધિ કરી હતી તેમજ ટ્રકો, બસો અને પાર્ટ્સની અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ કરી હતી. અમારો આ દ્રઢ કાર્યદેખાવ જીણવટભર્યા આયોજન અને અમલીકરણનું પરિણામ છે. વર્ષ 2022માં ડીઆઇસીવી અને ભારત બેન્ઝના ભારતીય માર્કેટમાં 10 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને અમે આ વર્ષે સ્થાયી વિકાસ સાધવા માટે સજ્જ થઈ ગયાં છીએ.’
ડીઆઇસીવીએ સમગ્ર ભારતમાં ભારત બેન્ઝ માટે તેના વેચાણ અને સર્વિસના નેટવર્કને વિસ્તારવાનું ચાલું રાખ્યું છે અને ગત વર્ષે તેના ટચ પોઇન્ટ્સની સંખ્યા 270થી પણ વધી ગઈ હતી. આ ઉત્પાદનકર્તા ભારત બેન્ઝની સુઆયોજિત આઉટરીચના ભાગરૂપે તેના નેટવર્ક ફૂટપ્રિન્ટને ભારતમાં મલ્ટી-ટિયર માર્કેટ્સ સુધી વિસ્તારી રહ્યાં છે.
ડીઆઇસીવી અને ભારત બેન્ઝ છેલ્લાં 10 વર્ષમાં સ્થાપવામાં આવેલા મજબૂત પાયા પર તેમની સફળતાની ઇમારતને ચણી રહ્યાં છે તથા આ ટ્રક અને બસોના ઉત્પાદનકર્તા હવે કંપનીને નવો વ્યાપ અને લક્ષિત ગ્રાહકોના નવા ગ્રૂપ પૂરાં પાડવા માટે તૈયાર કરવામાં આવેલી તદ્દન નોખી વ્યૂહરચનાની મદદથી ટેકનોલોજી પર કેન્દ્રીત ભવિષ્ય પર પરિવર્તિત થવા સજ્જ થઈ રહ્યાં છે. હાલમાં જ સ્થાપવામાં આવેલી ડીઆઇસીવી ટ્રાન્સફોર્મેશન ઑફિસ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) દ્વારા આ પરિવર્તનની પહેલને આગળ વધારવામાં આવશે, જે પરિવર્તનકારી સ્વરૂપના વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને આગળ વધારશે, જેનો ઉદ્દેશ્ય આવકના સ્રોતોને અનેકગણા કરવાનો અને વધારવાનો છે.
ડીઆઇસીવીનું નેતૃત્વ ભવિષ્યના માર્કેટની પ્રકૃતિ અને તેની સાથે આવનારી તકોને ધ્યાનમાં રાખીને તેની મધ્યમ અને લાંબાગાળાની વ્યૂહરચનાને નવેસરથી ઘડી રહ્યું છે. આગામી વર્ષો માટેની તેની વ્યૂહરચના ગ્રાહકોના વલણ, કૉમર્શિયલ વ્હિકલ ઇન્ડસ્ટ્રીના વૃદ્ધિના કર્વ તથા ઉત્પાદનો, એન્જિનીયરિંગ, ગ્રાહકોની સંતુષ્ટીને વધારવા તથા કુલ કોસ્ટ ઑફ ઑનરશિપ (ટીસીઓ)ને ઘટાડવા માટે જરૂરી ટેકનોલોજી પરના ઊંડા અભ્યાસો પર આધારિત છે.