જી હા, હવે ફેશનની દુનિયામાં માત્ર મહિલાઓનો જ ઈજારો નથી રહ્યો. હવે પુરુષોએ પણ તેમાં ઝંપલાવ્યુ છે. એક સમય હતો જ્યારે મેન્સ વેર એટલે બ્લૂ, બ્લેક અને વ્હાઈટ. હવે મેન્સ વેર આ ત્રણ કલરને સિમિત નથી રહ્યા. હવે મેન્સ વેરમાં પણ કલર, કટ અને ડિઝાઈનની વિશાળ શ્રૃંખલા જોવા મળે છે. હવે મેન્સ વેર કલેક્શનમાં વેરાયટીનો ભરમાર છે. તો ચાલો આજે જોઈએ મેન્સ વેર સમર કલેક્શન વિશે…
સમર કલેક્શનમાં સૌથી વધુ મહત્વ ફેબ્રિકનું છે. ગરમીમાં લોકો કમ્ફર્ટેબલ કપડાં પહેરવાનું વધુ પસંદ કરે છે. આથી કોટન, લીનન, સેમી કોટન કે ખાદી વધુ ડિમાન્ડમાં છે. કલરમાં જોવા જઈએ તો ટિપિકલ બ્લૂ કે નેવી બ્લૂ કરતાં આ વર્ષે એક્વા બ્લૂ અને સ્કાય બ્લૂ ટ્રેન્ડમાં છે. એ ઉપરાંત ગ્રે, ગ્રીન અને પેસ્ટલ કલરનાં શેડ્ઝ પણ ઈનડિમાન્ડ છે.
હવે મેન્સ વેરમાં ચેક્સ, પ્લેન કે લાઈનીંગની સાથે પ્રિન્ટેડ શર્ટ પણ ડિમાન્ડમાં છે. પ્રિન્ટમાં પણ નાની પોલકા ડોટ્સ પ્રિન્ટ લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. લોઅરમાં પણ ખાખીઝ સદાબહાર ચોઈસ છે. એ સિવાય નિયોન લાઈટ કલર ટ્રેન્ડમાં છે. શોર્ટ્સમાં પણ ગ્રે અને ખાખીઝ વધુ જોવા મળી રહ્યાં છે. ફોર્મલમાં જોઈએ તો સમર કલેક્શનમાં ત્રી પીસ શુટને બદલે કોટન જેકેટ કે કોટી મોસ્ટ સેલેબલ વેર છે.એક્સેસરીઝમાં હેટ, કેપ, મુશ્ટેક પ્રિન્ટ ટાઈ એન્ડ લોફર શૂઝ ઈન ટ્રેન્ડ છે.