કાળ ઝાડ ગરમી માં પાણી નો સદુપ્યોજ કરવાની જગ્યા એ બગાડ….નખત્રાણા-ભુજ હાઇવે પર નાના અંગિયાના શિવમ પાટીયા પાસેના હાઇવે નજીક પસાર થતી પાણીની મુખ્ય પાઇપ લાઈનના એરવાલ્વમાં અજાણ્યા ટ્રેલર ચાલકે અકસ્માતે ટક્કર મારતા ભંગાણ સર્જાયું હતું. જેના કારણે એરવાલ્વમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઉનાળામાં એક તરફ જિલ્લાના અનેક સ્થળે પાણીની તંગી વર્તાઈ રહી છે. તો બીજી તરફ યેનકેન આ પ્રકારે વિવિધ સ્થળે એરવાલ્વમાં ભંગાળ સર્જાતા કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે.
નખત્રાણાથી ચારેક કિલોમીટરના અંતરે આવેલા શિવમ પાટીયા પાસે ધોરીમાર્ગ નર્મદા પાણીનું વહન કરતી પાણીની લાઈનને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે કલાકો સુધીમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી નીકળયા હતા અને પાણીનો બગાડ થયો હતો. કોઈ અજાણ્યા ટ્રેલરની નર્મદા લાઈનના એરવાલવમાં અથડામણ થવાથી એરવાલ્વને નુક્સાન થતાં ભંગાણ સર્જાયુ હતું. જેના કારણે પાણીનો વ્યય થયો હતો.
પાણીની તંગી ભોગવતા વિસ્તારમાં પાણી માટે લોકો, પશુ , પંખીઓ તરસી રહ્યા છે. ત્યારે આ રીતે નુકસાન થવાથી અમૂલ્ય પાણીનો વેડફાટ થયો હોવાના કારણે સ્થાનિકોમાં કચવાતની લાગણી ફેલાઇ હતી. સંબધિત તંત્ર દ્વારા કચ્છની ધોરી નસ સમી પાણીની મુખ્ય લાઈનમાં યોગ્ય સંભાળના અભાવે વારંવાર ભંગાણ સર્જાતું રહે છે અને અનેક લીટર પાણી વેડફાતું જાય છે.