આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પીજીવીસીએલ સૌરાષ્ટ્રભરના ૬૧૯ ગ્રાહકો એવા છે જે વર્ષ દરમિયાન આવતા ઘર, દુકાનના વીજ બિલ પાંચ દિવસમાં ભરે છે. પીજીવીસીએલ દ્રારા પાવર ચોરી કરનારા લોકોને કડક પગલાં ભરીને કાયદાકીય કાર્યવાહી કરતા હોય છે. પરંતુ એવા વીજકંપનીના કેટલાક પ્રામાણિક અને નિયમિત વીજ ગ્રાહકો હોય છે જેને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
પીજીવીસીએલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ૬૧૯ વીજગ્રાહક એવા છે તેમણે પોતાનું વીજબિલ ઈશ્યૂ થયાના ૫ જ દિવસની અંદર ભરપાઈ કરી દીધું હોય તેવા ગ્રાહકો ને પીજીવીસીએલ દ્વારા સન્માન કરવાનો એક ર્નિણય કરાયો છે. ત્યારે આજે કાર્યપાલક ઈજનેર – જે. એસ.દહિયા નાયબ ઈજનેર – એસ પી બોરડ નાયબ ઈજનેર – જે એન ગોંડલિયા અધિક્ષક હિસાબનીશ – એસ એ દલ સહિતના અધિકારી દ્વારા વીજબિલ ભરવામાં નિયમિતતા દાખવનાર વીજગ્રાહકોના ઘરે પોહચી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આવા ગ્રાહકોને પ્રોત્સાહન મળે અને બીજા અનેક ગ્રાહકોમાં પણ આ બાબતે જન જાગૃતિ મળે તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા ડિવિઝન હેઠળ આવતા વીજ ગ્રાહક બાબુભાઈ વિરજીભાઈ ઠુંમર અને એમ.વી. હડિયા જેવો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું નિયમિત બિલ ભરતા સાવરકુંડલા ડિવિઝનના અધિકારીગણ દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. એક વર્ષ દરમિયાન ૫ દિવસ સુધીમાં જે ગ્રાહકો વીજ બિલ ભરે છે તેમને સન્માનિત કરવા ર્નિણય પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એમ.ડી.વરુણ કુમાર બરનવાલે લીધો છે.