ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડકટીવ ટેક્નિક્સ {ART} ના એક અંદાજ મુજબ
હાલ ના સમયે કુલ ભારતીય વસ્તી ના ૧૦-૧૪% લોકો વ્યંધત્વથી પીડાય છે. શહેરી વિસ્તારમા આ દરો ઘણા
ઉંચા છે જયા દરેક 6 યુગલો માથી 1 યુગલ વ્યંધત્વની આ પીડાથી પ્રભાવિત છે. જો આપણે આંકડાઓ પર નજર કરીયે તો આજના તબક્કા માં, લગભગ ૨૭.૫ મિલિયન ભારતીય યુગલો વ્યંધત્વને કારણે ગર્ભધારણ કરવાનો સક્રિય પ્રયાસ કરી રહ્યા છે. તેવી જ રીતે, યુનિટેડ સ્ટેટ ઓફ અમેરિકા માં ૧૫-૪૯ વર્ષની વયની વિજાતીય મહિલાઓ જેને અગાઉ બાળકોને જન્મ આપવાનો કોઈ અનુભવ ન હોય એવા 5 માંથી 1 (19%) ગર્ભવતી થઈ શકતી નથી. ઉપરાંત, આમાંથી પણ લગભગ ૪ માંથી ૧(૨૫%) એવા સ્ત્રીઓ ને ગર્ભવતી થવામાં મુશ્કેલી થાય છે. જેને Impaired fecundity કહેવાય છે. આ ડેટા સૂચવે છે કે વ્યંધત્વ હવે ખાનગી દુઃખ નથી. અને એ ધીમે ધીમે આકસ્મિત, સામાજિક અને આંતરવ્યક્તિત્વના વિક્ષેપોને કારણે એક ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે.
નિષ્ણાંત MD ગાયનેકોલોજિસ્ટ IVF એક્સપર્ટ અને WINGS IVF ગ્રુપ ના ક્લીનીકલ ડાયરેક્ટર ડો. જયેશ અમીન જણાવે છે પોતાના સ્ત્રીબીજ સાથે ગર્ભાવસ્થા શા માટે મહત્વપૂર્ણ છે?”
બાળક એ પિતા અને માતા બંનેનું પ્રતિબિંબ છે. યુગલો પોતાને તેનામાં જોવા માટે બાળકો ને જન્મ આપે છે.બાળક ને વધતું જોવું અને તમારી વિશેષતા ઓ હોવી એ એક આનંદ છે જેની માતા પિતા રાહ જોવે છે. આથી, અમે જાણીયે છીએ કે શા માટે તમારા પોતાના સ્ત્રીબીજ અથવા પુરુષબીજથી જ ગર્ભવતી થવું તમારા માટે મહત્વપૂર્ણ છે. જે સ્ત્રીઓ સ્વસ્થ સ્ત્રીબીજ ઉતપન્ન કરી શક્તિ નથી તેમના માટે ડોનર સ્ત્રીબીજ ચોક્કસપણે ઉત્તમ વિક્લપ છે. જો કે, અમે તેને છેલ્લા ઉપાય તરીકે રાખીયે છીએ અને તેને ટાળવા માટે અમારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. અમે તમારા સ્ત્રીબીજ અને પરિણામી ગર્ભાવસ્થા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
WINGS IVF હોસ્પિટલ માં અમે પોતાની એક ફિલોસોફી ‘’OWN EGG PREGNANCY’’ માં માનીયે છીએ. આથી અમારા વ્યંધત્વ નિષ્ણાંતો, સ્ત્રીરોગ વિજ્ઞાનીઓ, પ્રસુતિ શાસ્ત્રીઓ, અને અદ્યતન સેટ-અપ, યુગલો માટે તેમના પોતાના સ્ત્રીબીજ અથવા પુરુષબીજ ની સાથે ગર્ભધારણ કરવાની તક પુરી પાડે છે. અમે અમારી સારવાર શરૂ કરતા પહેલા ગુણવત્તા અને માત્રાનું મૂલ્યાંકન કરવાનું સુનિશ્ચિત કરીએ છીએ. અમારી સારવાર તમારા જ ઉત્તમ સ્ત્રીબીજ નો ઉપયોગ કરી ને તમને સફળ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરાવા બનાવામાં આવી છે.
પહેલા ના જમાના માં મહિલાઓ ને બાળક પેદા કરનાર મશીન તરીકે જોવામાં આવતી હતી. તંદુરસ્ત બાળક ને જન્મ આપતી સ્ત્રીઓ ને સમાજમાં સામાન્ય માનવામાં આવતી હતી . બીજી બાજુ, જે મહિલા બાળક ને જન્મ આપી શક્તિ નથી અથવા તેને ગર્ભાવસ્થા માંથી પસાર થવું મુશ્કેલ હતું. એને જોઈને આંખો ચઢાવી દેવામાં આવતી હતી. રસપ્રદ વાત એ છે કે, ગર્ભધારણ અને જન્મ આપવાની પણ જવાબદારી હંમેશા સ્ત્રી પર જ બંધાયેલી હતી. હંમેશા થી જ બરબાદ થયેલા લગ્નો અને ક્ષતિગ્રસ્ત જીવન પાછળ આ એક મુખ્ય કારણ હતું . સ્ત્રી ના મૂલ્ય ને માપવા માટે બાળક ને સર્વોચ્ય માપદંડ તરીકે ગણવામાં આવતું હતું. તેથી વ્યંધત્વના વિષય પર કોઈ પણ ચર્ચાને નિશ્ચિત્ત અથવા સામાજિક કલંક માનવામા આવતી હતી. જોકે, હવે સમય બદલાઈ ગયો છે અને હવે એ સમય આવી ગયો છે કે આગળ આવીને આવી માન્યતાઓ તોડવા માં આવે, વ્યંધત્વની સમસ્યા ને એક ગંભીર, વ્યક્તિગત અને જાહેર આરોગ્ય ની સમસ્યા તરીકે ઓળખવાનો સમય આવી ગયો છે.
વ્યંધત્વની સમસ્યા કોઈ લિંગ વિશિષ્ઠ નથી. વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગર્ભધારણ માટે બંને જાતિઓ સમાન રીતે જવાબદાર છે. એક તૃતીયાંશ વ્યંધત્વની સમસ્યાઓ પુરુષો ને કારણે, એક તૃતીયાંશ સ્ત્રીઓ ને કારણે, એક તૃતીયાંશ બંનેને કારણે અને અન્ય સમસ્યાઓ અષ્ટપષ્ટ કારણોસર થાય છે. વધુમાં, ભારત માં થયેલા સંશોધન માં જાણવા મળ્યું છે કે ૩૦% ભારતીય પુરુષોમાં અસામાન્યરીતે વીર્ય ની સમસ્યાઓ હોય છે જે સ્ત્રીઓ માટે ગર્ભધારણ થવામાં સમસ્યા ઉભી કરે છે.
અહીં સંબોધવા માટેનો મોટો પ્રશ્ન એ છે કે શા માટે અચાનક આ વ્યંધત્વની સમસ્યા એક વાવાજોડાની જેમ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે?
આનું મૂળકારણ આપણી જીવનશૈલિમાં છુપાયેલું છે. આળસવાળું જીવન ,શારીરિક પ્રવૃત્તિ નો અભાવ , સ્થૂળતા અને ડાયાબિટીસ આ સમસ્યાઓ પણ જવાબદાર છે. આશ્ચર્યજનક રીતે, વ્યંધત્વ ક્લિનિક માં સારવાર માટે આવતી ૪૦% થી વધુ સ્ત્રીઓ મેદસ્વી છે. એ જ રીતિ સ્થૂળતા પુરુષોમાં વીર્ય ની ગુણવત્તા ને પણ અસર કરે છે.તેની ટોચ પર, જાતીય સંક્રમિત રોગો, પોલિસિસ્ટિક અંડાશય ના સિન્ડ્રોમ, ફાઇબ્રોઈડસ અને જનનાશક ક્ષયરોગ એ અન્ય કેટલાય એવા નકારાત્મક પાત્રો છે જે આ વાર્તામાં ઉમેરો કરે છે. અસુરક્ષિત સંભોગ માં વધારો થવા થી જાતિએ સંક્રમિત થવાનો ચેપ વધ્યો છે. આજે સમાજ માં ગર્ભનિરોધક ગોળીઓ અને સર્જિકલ . ગર્ભપાત નો પ્રચંડ વ્યાપ વધ્યો છે . લાંબાગાળે, આવી પ્રવુતિઓ ગંભીર ચેપને નોતરી શકે છે. જે એને બદલી ન શકાય તેવી વ્યંધત્વતાનું કારણ પણ બની શકે છે.
ભારત માં હવે આધુનિક જીવનશૈલીએ આપણી વર્ષોજૂની જીવનશૈલીનું સ્થાન લીધું છે. ઝડપી શહેરીકરણ, જંકફૂડ ખાવું, કલાકો સુધી મોબાઈલ ફોન પર બેસી રેહવું, નોકરી નું દબાણ , વાહનોનું પ્રદુષણ અને મોટી ઉંમરે માતૃત્વ ધારણ કરવાના નિર્ણય થી આપણા હોર્મોન્સની કાર્ય કરવાની રીત બદલાઈ ગઈ છે. ભારત માં વ્યંધત્વના મોટા ભાગના કેસો માં હોર્મોન્સ ફેરફારો, ખાસ કરીને પ્રોલેક્ટિનના સ્તર ને કારણે થાય છે. આપણા દેશ માં હવે વ્યંધત્વ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં વ્યંધત્વના કેસોમાં ભારત નો ફાળો 25-30% છે. ઇન-વિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) નો પ્રયાસ કરતા યુગલો ની વધતી સંખ્યા પરથી આ સમસ્યાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
આસિસ્ટેડ રિપ્રોડકટીવ ટેક્નિક્સ (ART) હવે ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરતા યુગલોમાં વધુને વધુ લોકપ્રિય છે.
IVF એ એક અસરકારક પધ્ધતિ છે જે સમગ્ર વિશ્વના યુગલો ને માતૃત્વ ધારણ કરાવવામાં મદદ કરે છે. આ પ્રક્રિયામાં ,સ્ત્રીબીજ ને પ્રયોગશાળામાં શુક્રાણુ સાથે ફળદ્રુપ કરવાંમાં આવે છે. એક વાર સ્ત્રીબીજ ફળદ્રુપ થઇ જાય અથવા ગર્ભમાં રૂપાંતરિત થઇ જાય, તે પછી સ્ત્રીના ગર્ભાશયમાં ધારણ કરાવવામાં આવે છે.
દાતાના સ્ત્રીબીજ કે પોતાના સ્ત્રીબીજ ?
સ્ત્રીબીજ અથવા પુરુષબીજ એ ઇંડા કોષ અથવા શુક્રાણુ છે જે લૈંગિક રીતે પ્રજનન કરતા સજીવોમાં ગર્ભાધાન દરમિયાન અન્ય હેપ્લોઇડ કોષ સાથે ફ્યુઝ થાય છે. સ્ત્રીબીજ અથવા પુરુષબીજ એ જીવતંત્રના પ્રજનન કોષો છે , જેને સેક્સ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે . જાતિઓમાં જે આકારશાસ્ત્ર ની રીતે બે અલગ અલગ પ્રકારના સ્ત્રીબીજ અથવા પુરુષબીજ ઉત્પન્ન કરે છે , અને જેમાં દરેક વ્યક્તિ માત્ર એક જ પ્રકારનું ઉત્પાદન કરે છે . સ્ત્રી મોટા પ્રકારના સ્ત્રીબીજ ઉત્પાદન કરે છે.જેને ઓવમ કહેવાય છે- અને નર નાના પ્રકારનું ઉત્પાદન કરે છે જેને શૃક્રાણુ કહેવાય છે .
આ સ્ત્રીબીજ ને તમારા પોતાના શરીર અથવા દાતાના શરીરમાંથી ફળદ્રુપ કરી શકાય છે . એવા કિસ્સાઓમાં , જ્યારે સ્ત્રી તંદુરસ્ત સ્ત્રીબીજ ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે. ત્યારે દાતાના સ્ત્રીબીજ ને તેના જીવનસાથીના શુક્રાણુ સાથે ફળદ્રુપ કરવામાં આવે છે . જો કે, મુળ સમસ્યા આનુંવંશિક મેકઅપમાં રહેલી છે . પ્રક્રિયા શરૂ કરતા પહેલા દાંતાના સ્ત્રીબીજને આનુવંશિક અસામાન્યતાઓ માટે તપાસવામાં આવે છે . જો કે બાળક આવું કરીને માતા જેવું કે પિતા જેવું હોતું નથી . તેથી, યુગલો આ પ્રક્રિયા વિશે થોડી શંકાસ્પદ રહે છે .
OWN EGG PREGNANCY માટે વિંગ્સ હોસ્પિટલ કેમ ?
” માતા બનવું એ જીવનનો સૌથી દેવી અનુભવ છે “ -WINGS IVF હોસ્પિટલમાં , અમે અમારા 17 વર્ષનો IVF અનુભવદ્વારા 20,000 જીવંત જન્મો સાથે સૌથી અદ્યતન તકનીકો વડે વધ્યત્વ માટે અનન્ય ઉકેલો પ્રદાન કરીએ છીએ . અમારી આ સંખ્યા અમને સગર્ભાવસ્થાના સમયને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા સંભાળ પ્રદાતાઓની ઉચ્ચ શ્રેણીમાં મૂકેછે . અમારી અગ્રણી ટેક્નોલોજીઓ જેમ કે – ફ્રીઝ MORE . બધા માટે 5 માં દિવસે ગર્ભ
ટ્રાન્સફર , PGT , ERA , AI વગેરે સાથે . અમે અસાધારણ સફળતા દર સાથે આ મેડિકલ સાયન્સ ના ક્ષેત્રમાં અગ્રણી છીએ . અમે બહુવિધ IVF નિષ્ફળતાઓનો ઇતિહાસ ધરાવતા કેસોમાં ઉકેલ લાવવા માટેના નિષ્ણાત છીએ . WINGS IVF ગ્રુપએ સમગ્ર ભારતમાં પોતાના સ્ત્રીબીજની ગર્ભાવસ્થા માટેનું રેફરલ સેન્ટર છે . WINGS IVF હોસ્પિટલ ભારતમાં 8 ભૌગોલિક સ્થાનો પર વંધ્યત્વ સંબંધિત તમામ સારવાર પૂરી પાડે છે અને વંધ્યત્વ સારવારના ક્ષેત્રમાં ક્લિનિકલ શ્રેષ્ઠતા લાવવા માટે તેની પાંખો વિસ્તારી રહી છે .