કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ નહીં લઈ શકે
બોલીવુડ અભિનેતાર અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થયો છે. અક્ષય કુમારે ટિ્વટર પર એક પોસ્ટ કરી પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી છે. તેના ચાહકો જલદી સાજા થવાની દુવા કરવા લાગ્યા છે. અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થવાને કારણે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં ભાગ લઈ શકશે નહીં.
અક્ષય કુમારે ટ્વીટ કરી કહ્યુ- ઈન્ડિયન પેવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં હું આપણા સિનેમાને આગળ વધારવાને લઈને ખુબ ઉત્સુક હતો, પરંતુ હવે તે કરી શકશી નહીં, કારણ કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. અઢળક શુભકામનાઓ તમને અને તમારી ટીમને અનુરાગ ઠાકુર. હું ખુદને ત્યાં મિસ કરીશ. આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઘણી રીતે ભારતના નામે રહેશે.
આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને પ્રથમવાર કન્ટ્રી ઓફ ઓનરનું સન્માન આપવામાં આવી રહ્યું છે. આ વખતે ત્યાં ભારતની કલા સંસ્કૃતિની ઝલક પણ જાેવા મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ દેશને (કન્ટ્રી ઓફ ઓનર) નું સત્તાવાર સન્માન મળી રહ્યુ છે અને આ સન્માન ભારતના નામે કરવામાં આવ્યું છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ૭૫ વર્ષ થઈ ગયા છે અને આ વખતે પ્રતિષ્ઠિત ફેસ્ટિવલના વર્લ્ડ પ્રીમિયરમાં આર માધવનની ફિલ્મ રાકેટરીને પ્રદર્શિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. એ.આર. રહેમાન, શેખર ખપૂર, અક્ષય કુમાર, રિકી કેજ કોન્ચ રેડ કાર્પેટ પર ચાલનારી હસ્તિઓમાં સામેલ થશે.
૭૫માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય દર્શકો માટે એક ભવ્ય આયોજન હશે, કારણ કે ૧૭ મે ૨૦૨૨ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ના ઉદ્ઘાટનના દિવસે દેશભરના સિને જગતની હસ્તિઓ ભારતીય પ્રતિનિધિમંડળના ભાગના રૂપમાં રેડ કાર્પેટ પર ચાલશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારંણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.