ટુંક જ સમયમાં નવી કેબિનેટ બનાવશે
શ્રીલંકાના નવા પ્રધાનમંત્રીએ શનિવારે દેશવ્યાપી કર્ફ્યૂમાં ૧૨ કલાકની છૂટ આપી છે. શનિવારે સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યું છે. આ પહેલાં પણ ગુરૂવારે અને શુક્રવારે જરૂરી વસ્તુની ખરીદી માટે કેટલાક કલાકોની છૂટ આપવામાં આવી હતી. શ્રીલંકાના ઘણા વિપક્ષી દળોએ કહ્યું કે, તે રાનિલ વિક્રમસિંઘેની અંતરિમ સરકારમાં સામેલ થશે નહીં. પરંતુ તે દેવામાં ડૂબેલા દેશની મદદ કરવા માટે બહારથી તેની આર્થિક નીતિઓનું સમર્થન કરવા માટે સહમત થયા છે.
તો એક અન્ય રિપોર્ટ પ્રમાણે એક વકીલે શ્રીલંકાની કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે, જેમાં સીઆઈડી પાસે પૂર્વ પીએમ મહિન્દા સહિત સાત લોકોની ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજપક્ષેના સમર્થકોએ તેમના કહેવાથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા લોકો પર હુમલો કર્યો. સાથે રાજપક્ષે પર હુમલા માટે ઉશ્કેરવાનો આરોપ પણ લાગ્યો છે. તો શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ ચેતવણી આપી કે દેશમાં આર્થિક સંટક સુધરતા પહેલા વધુ ખરાબ થવાનું છે.
ભારત પોતાના પાડોશી દેશ શ્રીલંકાની સતત મદદ કરી રહ્યું છે, તેમણે કહ્યું કે નવા પીએમે સત્તા સંભાળ્યા બાદ દેશમાં રાજકીય સ્થિરતાની આશા છે. વિક્રમસિંઘેએ ભારતની આર્થિક મદદનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, હું એક નજીકનો સંબંધ ઈચ્છુ છું અને હું પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવા ઈચ્છુ છું. આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા રાજકીય મંથનના સમયમાંથી પણ પસાર થી રહ્યું છે.
કરોડોની વસ્તી ધરાવતા આ દેશ ભોજન અને ઈંધણની કમી, વધતી મોંઘવારી અને વીજળી કાપનો સામનો કરી રહ્યું છે. તેનાથી દેશના કરોડો નાગરિક પ્રભાવિત થઈ રહ્યાાં છે. મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રીનું પદ છોડ્યા બાદ રાનિલ વિક્રમસિંઘેએ દેશની સત્તા સંભાળી છે. પાંચમી વખત દેશના પ્રધાનમંત્રી બનેલા વિક્રમસિંઘેએ દેશવ્યાપી કર્ફ્યૂમાં ૧૨ કલાકની છૂટ આપી છે. સાથે તે જલદી નવી કેબિનેટ બનાવી શકે છે.