ચીન હંમેશાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝેર ઘોળવાનું કામ કરતુ હોય છે. ભારત દ્વારા સુપર સોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું તે જોતા પાકિસ્તાન હવે ગભરાવા લાગ્યું છે. બ્રહ્મોસ મિસાઇલની રેંજ અતી શક્તિશાળી માનવામાં આવે છે.
સૂત્રોની મળતી માહિતી મુજબ ચીને પાકિસ્તાનને એક અતિ શક્તિશાળી મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમ આપી છે. જેને પગલે પાકિસ્તાની સૈન્યની તાકાત વધી શકે છે. જ્યારે પાકિસ્તાને જે સિસ્ટમને અપનાવી છે તે આવી કોઇ પણ મિસાઇલ સામે રક્ષણ આપે છે. દોકલામમાં બાંધકામ કરી રહેલ ચીન હવે પાકિસ્તાનનો ઉપયોગ કરીને પોતાની મેલી મુરાદો પુરી કરવા માગે છે.
અગાઉ પણ પાંચ સબમરીન વેચવા માટે પણ સોદો થયો હતો અને હવે મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમ ખરીદવામાં આવી છે. પાકિસ્તાને કઇ દીશામાં હાલ આ સિસ્ટમ તૈનાત કરી છે. ચાઇનિઝ એકેડમી ઓફ સાઇન્સ (સીએએસ)ના એક નિવેદનને ટાંકીને ચીની મીડિયામાં આ અહેવાલો બહાર આવ્યા છે જોકે પાકિસ્તાને સિસ્ટમ ખરીદવા માટે કેટલા રૃપિયાનો સોદો કર્યો તેની કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી..