સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અનિશ્ચિત સમય માટે ઉપવાસનું આંદોલન શરૂ કર્યુ છે.
અન્નાએ ધરણા પહેલા રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. દિલ્હીમાં રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકારોને માટે સરકાર યોગ્ય પગલાં લે તેવી માંગ સાથે ધરણા શરૂ કરી રહ્યાં છે. તેઓ ખેડૂતોની સુનિશ્ચિત આવક, પેન્શન, ખેતીના વિકાસ માટે યોગ્ય નીતિઓ સહિત ઘણી માગ કરી રહ્યાં છે. ત્યારે રામલીલા મેદાનમાં તેમના હજારો સમર્થકો ઉમટી રહ્યા છે.
રામલીલા મેદાનમાં અન્નાના વિરોધ પ્રદર્શન આંદોલનને પોલીસની પરવાનગી પણ મળી છે. તમામ સુરક્ષાની સમીક્ષાની તપાસ અને વ્યવસ્થા બાદ પોલીસે અન્નાના અંદોલનને મંજૂરી આપી છે. આ પહેલા 2011માં પણ અન્ના હજારેએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટાપાયે ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું.