પરેશ સોલંકી ઇન્ટરનેશનલ નિકાસ આયાત એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર અને એક્સપોર્ટર છે. તેઓ OlineExim.com ના સ્થાપક અને OES એક્સપોર્ટ ઈમ્પોર્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને ડાયરેક્ટર છે. અને તેઓ 50 થી વધારે પ્રોડક્ટ પુરી દુનિયા માં એક્સપોર્ટ કરે છે. તેઓ એક્સપોર્ટ ઈમ્પોર્ટના ક્ષેત્રમાં 10 વર્ષ થી વધારેનો અનુભવ ધરાવે છે અને તે ગવર્મેન્ટ સાથે પણ કામ કરે છે. તેઓ એક્સપોર્ટ ઈમ્પોર્ટ શીખવા માંગતા લોકો માટે બિઝનેસ કરવા માંગતા લોકો માટે ચોક્કસ અને સચોટ માહિતી આપે છે. જેની અંદર એક્સપોર્ટ કઈ રીતે કરવું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લાગે છે તેના બાયર કેવી રીતે શોધવા ગવર્મેન્ટ નો શું શું સપોર્ટ એક્સપોર્ટ માં હોય છે આ બધા જ પાસાઓ વિશે માહિતી આપે છે.
એક્સપોર્ટ ઈમ્પોર્ટ નું બેન્કિંગ કઈ રીતે કરવું ગૂડ્સ ને અહીંથી કન્ટેનર માં વિદેશ માં કઈ રીતે મોકલવા આ બધા પાસાઓ વિશે માહિતી વિગતવાર આપે છે. અને તેમના દ્વારા હમણાં જ અમદાવાદમાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેઓ ગવર્મેન્ટ સાથે મળી ને પણ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના સેમિનારો કરે છે જેમાં MSME,કેમેકસીલ(કેમિકલ એક્સપ્લોરોશન કાઉન્સિલ) વગેરે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં પણ સેમિનાર આપે છે.
આ પ્રસંગે પરેશ સોલંકી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ભારતનું એક્સપોર્ટ ઈમ્પોર્ટ દિનપ્રતિદિન વધી રહ્યું છે.પરંતુ ભારતમાં જેટલી જોઈએ તેટલી એક્સપોર્ટ ઈમ્પોર્ટ બિઝનેસ માટે જાગૃતતા નથી.લોકો એક્સપોર્ટ ઈમ્પોર્ટ બીઝ્નેસ કરતા ડરે છે. આમાં રિસ્ક ખુબ વધારે હોય છે.જો એક્સપોર્ટ ઈમ્પોર્ટ સિસ્ટમ થી કરવામાં આવે અને શીખી ને કરવામાં આવે તો આમ રિસ્ક જરા પણ નથી. આની અંદર ગવર્મેન્ટ સપોર્ટ પણ છે અને ફાયદાઓ પણ છે. આપણી ગવર્મેન્ટ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના વ્યવસાય ને બહુ સપોર્ટ કરે છે. જેમાં ગવર્મેન્ટ ની બહુ બઘી સ્કીમો છે. અને અત્યારે ગવર્મેન્ટ લેટેસ્ટ ડેવલોપમેન્ટમાં ગવર્મેન્ટ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે પોર્ટ ડેવલોપ કરી રહી છે.
આ સાથે તેઓ દ્વારા એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટ અપ માટે ઉત્તમ સમય આવેલ છે. અત્યારે લોકો ઘણા યન્ગસ્ટર સેમિનાર માં જોડાયા બાદ પોતાની સામાન્ય નોકરી છોડીને ઈમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવસાયમાં ખુબ જ સારી પ્રગતિ કરી રહી છે. પરેશ સોલંકી જે એક્સપોર્ટ ઈમ્પોર્ટના ટ્રેનર અને એક્સપોર્ટર છે જે એક્સપોર્ટ ઈમ્પોર્ટ ની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપે છે. જેમાં એક્સપોર્ટ ઈમ્પોર્ટ પ્રેક્ટિકલ કઈ રીતે કરવું તે શીખવાડે છે. તેઓ પ્રેક્ટિકલ વિઝીટમાં પોર્ટ ઉપર, ફેક્ટરી વિઝિટમાં પણ વિદ્યાર્થીઓ ને લઇ જાય છે. જેથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માહિતી મળે છે. અને પરેશ સોલંકી ભારતમાં એક્સપોર્ટર ને મદદ કરે છે.