કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યુ- ભારતમાં અમે કોરોના વિરુદ્ધ એક જન કેન્દ્રીત રણનીતિ અપનાવી છે. અમે અમારા વાર્ષિક સ્વાસ્થ્ય બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરી છે. તેમણે કહ્યું- અમારો રસીકરણ કાર્યક્રમ વિશ્વમાં સૌથી મોટો છે.
અમે લગભગ ૯૦ ટકા વયસ્ક લોકોને અને ૫૦ મિલિયનથી વધુ બાળકોને સંપૂર્ણ રીતે રસી લગાવી છે. ભારત વિશ્વ આરોગ્ય સંસ્થાથી મંજૂર ચાર રસીનું નિર્માણ કરે છે અને આ વર્ષે પાંચ અબજ ડોલર ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા રાખે છે. ગ્લોબલ કોવિડ સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતે ૯૮ દેશોને ૨૦૦ મિલિયનથી વધુ રસીના ડોઝ આપ્યા છે.
ભારતે ટેસ્ટિંગ, સારવાર અને ડેટા મેનેજમેન્ટ માટે ઓછી કિંમતવાળી તકનીક વિકસિત કરી છે. અમે અન્ય દેશોને પણ તેની રજૂઆત કરી છે. ભારતના જીનોમિક્સ કંસોર્ટિયમે વાયરસ પર વૈશ્વિક ડેટાબેસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે અમે અમારા પાડોશી દેશોમાં આ નેટવર્કનો વિસ્તાર કરીશું.
બીજા ગ્લોબલ કોવિડ વર્ચ્યુઅલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારતમાં પરંપરાગત દવાઓના ઉપયોગ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું- ભારતમાં અમે કોવિડ વિરુદ્ધ અમારી લડાઈને પૂરક અને ઇમ્યુનિટી વધારવા પરંપરાગત દવાઓનો ઉપયોગ કર્યો છે. પાછલા મહિને ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસનનો પાયો નાખ્યો છે. આ સદીઓ જૂનું જ્ઞાન દુનિયા માટે ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા ગ્લોબલ કોવિડ સમિટમાં સંબોધન કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ વધુ ઉદાર વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટે સુધારને વધુ મજબૂત કરવાની જરૂર છે. સાથે તેમણે વેક્સીનની સુચારૂ સપ્લાય માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી પ્રક્રિયાને પણ સારી બનાવવાનું આહ્વાન કર્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, તે સ્પષ્ટ છે કે ભવિષ્યની સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા એક મજબૂત વૈશ્વિક પ્રતિક્રિયાની જરૂરીયાત છે. આપણે એક સરળ ગ્લોબલ સપ્લાય ચેનનું નિર્માણ કરવું જાેઈએ અને રસી તથા દવાઓની સમાન પહોંચ નક્કી કરવી જાેઈએ. તેમણે કહ્યું- વૈશ્વિક સમુદાયના એક જવાબદાર સભ્યના રૂપમાં ભારત આ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.