પ્રધાનમંત્રી બન્યા બાદ આજે શાહબાઝ શરીફ પ્રતિનિધિમંડળની સાથે સવારે લંડનના ગૈટવિક એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમણે પાછલી રાત્રે ઇસ્લામાબાદથી લંડન માટે ઉડાન ભરી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર નવાઝે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા પર પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કરવી ચે, જેના પર તેમને વાંધો છે અને પીએમએલ-એનને એક મોટો ર્નિણય કરવાની આશા છે. આ કારણે તેમણે ઓનલાઇન બેઠકના પ્રસ્તાવને નકારી દીધો હતો. પોતાના ભાઈ સાથે મુલાકાત પહેલાં લંડનમાં મીડિયા સાથે વાત કરતા નવાઝ શરીફે કહ્યુ કે, તે શાહબાઝ અને તેની સાથે અન્ય લોકોને મળવા માટે ઉત્સુક છે.
જિયો ન્યૂઝ પ્રમાણે શાહબાઝ શરીફની સાથે અહસાન ઇકબાલ, મરિયમ ઔરંગઝેબ, ખ્વાજા સાદ રફીક, ખ્વાજા આસિફ અને ખુર્રમ દસ્તગીત સહિત ઘણા મંત્રી પહોંચ્યા છે. પાકિસ્તાનની વર્તમાન નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ જુલાઈ ૨૦૨૩માં સમાપ્ત થવાનો છે. પરંતુ ઇમરાન ખાનની સરકાર વહેલી ચૂંટણીની માંગ કરી રહી છે, બીજી તરફ નેશનલ એસેમ્બલીમાં શાહબાઝની સ્થિતિ પણ મજબૂત નથી. તેવામાં શાહબાઝ પીએમ પદે રહેતા ચૂંટણી કરાવવા ઈચ્છે છે.
એટલે તેવી શક્યતા છે કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ચૂંટણી યોજાઈ શકે છે. પાકિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ શાહબાઝ શરીફ આજે લંડન પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શાહબાઝ શરીફ મોટા ભાઈ નવાઝના પગે પણ પડ્યા હતા.