સિમ્ફની લિમિટેડે એઆઈ(AI)-આધારિત એક અનન્ય અભિયાન માટે કુશળ ક્રિકેટરો હરભજન સિંહ અને શિખર ધવનનો સહયોગ લીધો
ભારતની સૌથી પ્રિય એર કૂલર બ્રાન્ડ સિમ્ફની લિમિટેડે દેશના કુશળ ક્રિકેટરો હરભજન સિંહ અને શિખર ધવનને એક અનન્ય એઆઈ (AI)-આધારિત રાષ્ટ્રવ્યાપી પહેલ માટે સામેલ કર્યા છે. બ્રાન્ડે સમગ્ર ભારતના 2,300થી વધુ રિટેલર્સ માટે વ્યક્તિગત વિડીયો ફિલ્મો બનાવવા માટે રીફ્રેઝ એઆઇ સાથે ભાગીદારી કરી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઉદ્યોગમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ બ્રાન્ડે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો લાભ લીધો હોય અને દરેક રિટેલર માટે જિયો-ટાર્ગેટિંગ શરૂ કર્યું હોય. હ્રદયસ્પર્શી વિડિઓઝમાં ભારતના લોકપ્રિય ક્રિકેટરો ડીલરોની તેમના સતત સમર્થન અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટેના પ્રયત્નો માટે પ્રશંસા કરતા જોવા મળશે.
સ્વદેશમાં વિકસેલી સૌથી મોટી બ્રાન્ડ્સ પૈકીની એક બ્રાન્ડ તરીકે જાણીતી, સિમ્ફનીએ હંમેશા નાના અને સ્થાનિક વ્યવસાયોને ટેકો આપ્યો છે અને વોકલ ફૉર લોકલની મજબૂત હિમાયતી રહી છે. વ્યક્તિગત વિડીયોની સાથે, સિમ્ફનીએ કદરના પ્રતીક તરીકે માન્યતા પત્ર, પ્રમાણપત્ર અને થોડીક મીઠાઇઓ પણ આપી છે. બ્રાન્ડ તેમના વ્યાપાર ભાગીદારોના કાર્યને અંજલિ આપીને આ વિચારને વધુ ઊંચાઇએ લઇ ગઇ છે. તે મહત્વના લોકો સુધી અલગ રીતે પહોંચીને ભાવનાત્મક તારને ઝંકૃત કરે છે.
આ પહેલ પર અભિપ્રાય વ્યક્ત કરતાં, સિમ્ફની લિમિટેડના ગ્લોબલ ચીફ માર્કેટિંગ ઓફિસર, શ્રી અનુજ અરોરા કહે છે કે, “અમે પ્રતિષ્ઠિત ક્રિકેટરો, હરભજન સિંહ અને શિખર ધવન સાથે ભાગીદારી કરીને ઉત્સાહિત છીએ. તેઓ અમારી કંપનીના અભિન્ન અંગ એવા અમારા ડીલરશીપ ભાગીદારો માટે એઆઇ સંચાલિત વ્યક્તિગત વિડિયોઝ બનાવવા માટે અમારી સાથે આવ્યા હતા. આની પાછળનો ઉદ્દેશ્ય બ્રાન્ડ પ્રેમ સર્જવાનો અને અમારા વ્યાપાર ભાગીદારો સાથેના બંધનને ગાઢ બનાવવાનો છે. અમે રસપ્રદ ઝુંબેશો લઇ આવવા માટે સતત વિચારમંથન અને
નવીનતા કરતા રહ્યા છીએ. આ પહેલ સાથે અમે અમારા સંબંધોને મજબૂત કરવા અને સાથે મળીને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની આશા રાખીએ છીએ.”
સહયોગ પર બોલતા હરભજન સિંઘ કહે છે કે, “સિમ્ફની લિમિટેડની આગેવાની હેઠળની આ પહેલનો ભાગ બનવા બદલ હું સન્માનિત થયો છું. બ્રાન્ડને સફળ બનાવવા અને વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રક્રિયાઓ અને ટીમોના ઘણા બધા સ્તરો હોય છે. વ્યાપાર ભાગીદારોના કાર્ય અને તેમના પ્રયત્નોની નોંધ લેવી એ તેમના યોગદાનને સ્વીકારવાની એક ઉત્કૃષ્ટ રીત છે. ભારતમાં વિકસેલી બ્રાન્ડ્સ અદ્ભુત કામ કરી રહી છે અને સારા ટર્નઅરાઉન્ડને સુનિશ્ચિત કરી રહી છે! હું સિમ્ફનીને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે શુભેચ્છા પાઠવું છું!”
સહયોગ પર બોલતા શિખર ધવને મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે, “મને આ નવતર પહેલનો ભાગ બનવાનો આનંદ છે. સિમ્ફની ટીમ જે સાવ અલગ વિચાર લઈને આવી છે તેનાથી હું ખરેખર પ્રભાવિત થયો છું! આ ઝુંબેશનો ઉદ્દેશ્ય સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો અને તેમના કામની કદર કરવાનો છે. મને ખાતરી છે કે ડીલરોને આ ચેષ્ટા ગમશે અને તેઓ જે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે તે કરવાનું ચાલુ રાખશે. હું ઈચ્છું છું કે સિમ્ફની જેવી સ્વદેશી બ્રાન્ડ વિકસિત થાય અને મોટી ઊંચાઈઓ સુધી પહોંચે.”
Rephrase.એઆઈ (AI)ના સહ-સ્થાપક નિશીથ લાહોટીએ જણાવ્યું હતું કે, “બે મોટા સ્ટાર્સ અને રસપ્રદ વર્ણન સાથે એઆઈ (AI) વિડિયોઝ બનાવવા એ અમારા માટે એક નવો પડકાર હતો – જોકે, ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક માટે કંશુક નિર્માણ કરવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા જોવી ધ્યાનાકર્ષક હતી. Rephrase.ai એ એક ડિજિટલ અવતાર સર્જ્યો જેણે ક્રિકેટરના ચહેરા અને અવાજની નકલ કરે છે અને 2000થી વધુ હિતધારકો માટે અનન્ય વિડીયો બનાવવા માટે એઆઈ (AI)નો ઉપયોગ કરે છે.”
Link to some of the videos –
Symphony Limited: Symphony, an Indian Multi-National Company with presence in over 60 countries is the world’s largest manufacturer of air-coolers. From inventions to innovations, energy responsibility to environment stewardship, Symphony is a market leader which has been cooling customers for generations. The massive supremacy of Symphony coolers in the residential, industrial, and commercial segments has made the brand synonymous with ‘cooling.’ Founded in 1988, in Gujarat, India, Symphony Limited established a new category of evaporative air-cooling in India, taking it to the globe. As a disruptor of a highly unorganized sector, the company has set high benchmarks comprising 201 trademarks, 64 registered designs, 15 copyrights and 48 patents, defining the gold standard of air cooling.
For further information contact Perfect Relations:
- Sherry Rodrigues | [email protected]; +91 8879204716
- Atharwaa Kale | [email protected]; + 91 9833000222