તે ફૂટબોલ નથી, તે લાલીગા છે.”– જ્યાં વૈશ્વિક અગ્રણી ક્લબો એકબીજાને પડકારે છે, જ્યાં સૌથી પ્રતિભાશાળી ફૂટબોલના ખેલાડીઓ રમે છે, જે સ્ટારને સમર્પિત ચાહકો તેમના જેવા બનવાનાં સપનાં જોવા સાથે બેહદ ચાહે છે. જોકે તે મહાન ભાવનાઓનો સ્રોત પણ છે, કારણ કે લલીગા દુનિયામાં સૌથી વધુ અનુસરણ કરાતી ચેમ્પિયનશિપ છે, જે વૈશ્વિક પહોંચ સાથેની સ્પર્ધા પ્રતિભા અને પ્રતિષ્ઠા માટે ઓળખાય છે.
આથી જ બીકેટીએ 2024 / 2025ની સીઝનના અંત સુધી વિધિસર વૈશ્વિક ભાગીદાર તરીકે બેધડક લા લિગા દ ફુટબોલ પ્રોફેશનલ (લાલિગા) સાથે ભાગીદારી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. આ માની નહીં શકાય તેવું જોડાણ બીકેટીને સોકરની મોહિની સાથે દુનિયાના દરેક ખાણે બધાં ઘરોમાં લઈ જાય છે.
ઓફફ- હાઈવે ટાયર્સમાં નિષ્ણાત ભારતીય બહુરાષ્ટ્રીય ઘણા બધા અલગ અલગ સ્પોર્ટસમાં ઘણી બધી ચેમ્પિયનશિપની પ્રાયોજક તરીકે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વર્લ્ડમાં વર્ષોથી જાણીતી છે. સોકર ઉપરાંત બાસ્કેટબોલ, ક્રિકેટ અને રગ્બી પણ છે, કારણ કે કંપની અનેકગણી સંભાવનાઓ સાથે સ્પોર્ટમાં અદભુત ટૂલ જુએ છે. સ્પોર્ટ બીકેટીને તેની બ્રાન્ડ જાગૃતિ વધારવામાં ટેકો આપવા સાથે તે ભાવનાઓ અને મૂલ્યો, મુખ્યત્વે ટીમ અને સહકારનો જોશ અને સમાવેશકતા પણ જગાવે છે. આ થીમ બીકેટીને મજબૂત લાગે છે અને કંપની તે દુનિયાભરમાં પ્રસારિત, ફેલાવા અને પ્રમોટ કરવા માગે છે.
આમ છતં સ્પેનિશ સોકર સાથે જોડાણમાં અસાધારણ અને બુલંદ જોશ સંકળાયેલા છે. 2019માં શરૂઆત કરતાં આ ભાગીદારી શેર્ડ વેલ્યુઝ પર આધારિત છે, જ્યાં સ્ટેડિયમમાં અને તેના વિના પણ ન્યાયી રમત સંભળાય અને મહેસૂસ પણ થાય છે.
બીકેટી અને લાલીગા વાસ્તવમાં લોકો અને હરીફો માટે, કટિબદ્ધતા અને વચનબદ્ધતા પર, પડકારો ઝીલવા પર, ખંત અને સાતત્યતા પર અને ટીમ વર્કિંગ પર આદર પર આધારિત સ્પોર્ટસની સંસ્કૃતિ ફેલાવવાની ઈચ્છાશક્તિ સાથે એકત્ર આવી છે.
બીકેટી યુરોપના સીઈઓ લુસિયા સાલમાસોએ જણાવ્યું હતું કે “અમને લાલીગા સાથે અમારો પ્રવાસ આગળ લઈ જવાનું રોમાંચક અને ગૌરવજનક લાગે છે. અમે સંબંધિત બજારમાં બે મહત્ત્વપૂર્ણ કંપનીઓ હોઈ સરળ માર્કેટિંગ કામગીરીની પાર જોઈએ છીએ અને સંયુક્ત અને આપસી પ્રેરણા પ્રદાન કરીએ છીએ. હવે બજાર દુનિયા છે. વૈશ્વિક સ્તરે કૃતિ કરવા માટે સામાન્ય ભાષા વધુ વિશાળ સમુદાયો સુધી પહોંચવા માટે જરૂરી છે. આ સંજોગોમાં સ્પોર્ટ કરતાં બીજું વધુ વાઈરલ શું હોઈ શકે?”
લાલીગાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓસ્કર માયોએ વિગતો આપે છે, “લાલીગા અને બીકેટી વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી ભાગીદારીને લીધે અમે અમારા ચાહકો અને દર્શકો થકી તેમની વૈશ્વિક સન્મુખતા વધારવામાં તેમને મદદ કરી શક્યા છીએ. અમે બંને જે પણ કરીએ તેમાં ઉત્કૃષ્ટતા પર ભાર આપીએ છીએ અને નિશ્ચિત જ આ સંબંધ નવા ચક્ર માટે નવીનીકરણ કરવા અમે આનંદિત છીએ.”
આ ભાગીદારી બીકેટી માટે વ્યૂહાત્મક પસંદગી પણ છે, કારણ કે કંપની માટે સ્પેન વ્યૂહાત્મક બજાર છે, જે ખાસ કરીને કૃષિમાં યુરોપમાં મુખ્ય બજાર છે. બીકેટી વિવિધ નિષ્ણાત ક્ષેત્રો માટે અનુકૂળ ટાયરો પૂરાં પાડે છે, પરંતુ ખેતી ક્ષેત્રમાંથી ઉપભોક્તાઓ સાથે પ્રત્યક્ષ અનુભવોને લીધે બીકેટી આજે અત્યંત નામાંકિત બ્રાન્ડ્સમાંથી એક છે. લાલીગા દ ફુટબોલ પ્રોફેશનલ સાથે ભાગીદારી તેથી જ વ્યાવસાયિક નજરિયાથી પણ બહુ જ મહત્ત્વપૂર્ણ છે.
લાલીગા સ્પેન સાથે દુનિયાભરમાં ભાવનાઓ પહોંચાડે છે, જેથી બીકેટી લગભગ 160 દેશોમાં તેની પ્રોડક્ટો સાથે મોજૂદ હોઈ લાખ્ખો શોખીનો સુધી પહોંચી શકે છે.
“આ સહયોગ વેપારની દ્રષ્ટિએ અમે વ્યૂહાત્મક અને ઉચ્ચ મહત્ત્વપૂર્ણ માનીએ તે દેશ સ્પેનમાં અમારી હાજરી અને બ્રાન્ડ જાગૃતિને મજબૂત બનાવવાની અમને ફરી એક વાર તક આપે છે,” એમ લુસિયા સાલમાસો કહે છે. સ્પોર્ટસ થકી અમે ચેનલના માધ્યમથી અમારા ઉપભોક્તાઓ સુધી પહોંચી શકીએ છીએ, હૃદયના ધબકારા બોલાવે છે, કારણ કે સ્પોર્ટ સરળ અને સીધી ભાષા છે, જે બધા જ સમજી શકે છે અને તેથી તે સાર્વત્રિક છે.”