હરિયાણા પોલીસનાં હાથે મોટી સફળતા લાગી છે.
પોલીસે હરિયાણાનાં કરનાલ જિલ્લામાં ૪ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલાં આ સંદિગ્ધ આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર મળી આવ્યાં છે.
આંતકવાદીઓની મોટી સંખ્યામાં ગોળીઓ અને દારુગોળો કંન્ટેનરમાં લઇને જઇ રહ્યાં હતાં. પોલીસની માહિતી અનુસાર મળેલો દારુ ગોળો હોઇ શકે છે. હાલમાં પોલીસની ઘણી ટીમ તપાસમાં લાગી છે.
પોલીસની માહિતી અનુસાર, આંતકવાદી ઘણી જગ્યાએ મોટી ઘટનાઓને અંજામ આપી શકતાં હતાં. ૪ સંદિગ્ધ આતંકીઓની પાસે દારુ, ગોળી, હથિયાર મળી આવ્યાં છે. કહેવામાં આવે છે કે, ગુરવારે સવારે ૪ વાગ્યે બસતાડા ટોલ પ્લાઝથી તમામની ધરપકડ થઇ ગઇ છે.
આ તમામ ઇનોવા ગાડીમાં જઇ રહ્યાં હતાં. મધુબના થાણેમાં બોમ્બ નિરોધક ટીમ હાજર હતી. શરૂઆતી તપાસમાં માલૂમ થયું કે, આ તમામ પંજાબથી દિલ્હીની તરફ જઇ રહ્યાં હતાં. અને આઇબીની રિપોર્ટને આધારે નાકેબંધી કરવામાં આવી અને તેમને ઝડપી પાડવામાં આવ્યાં.