હાલ ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટના કેપ્ટન રોહિત શર્મા છે.
કોહલી બાદ રોહિતને આ જવાબદારી તેના આઈપીએલના પ્રદર્શનના આધાર પર સોંપવામાં આવી હતી, પરંતુ આઈપીએલ ૨૦૨૨માં રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ અત્યાર સુધીમાં એક જ મેચ જીતી શક્યા છે. રોહિતની ઉંમર પણ ૩૫ વર્ષ થઈ છે. એવામાં હવે ટીમનો આગામી કેપ્ટન કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ હઈ છે.
આઈપીએલ પહેલા ટીમની કેપ્ટનશિપ માટે ૩ મોટા દાવેદારો હતો. આઈપીએલ ૨૦૨૨માં ઋષભ પંતની આગેવનીમાં દિલ્લી કેપિટલ્સે નવામાંથી ચાર મેચ જીત્યા છે. રાજસ્થાનની સામે પંતે બાલિશ હરકતો પણ કરી. જ્યારે અંપાયલે ૨૦મી ઓવરમાં નો બૉલ ન આપ્યો તો પંત પ્લેયર્સને પાછો બોલાવા લાગ્યો હતો.
કોઈ પણ ટીમની કેપ્ટનશિપ કરતા સમયે આ વ્યવહાર ખરાબ હતો. જેની બાદમાં આલોચના પણ કરવામાં આવી. પંત બેટિંગમાં પણ કાંઈ ખાસ ઉકાળી નથી રહ્યા. શ્રેયસ ઐયર પણ ભારતીય ટીમના કેપ્ટન બનવાના દાવેદાર હતા. પરંતુ આઈપીએલ ૨૦૨૨માં આખું ચિત્ર બદલાઈ ગયું.
ઐયરની કેપ્ટનશિપમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ૧૦માંથી માત્ર ચાર જ મેચ જીત્યા છે. તે પોતાની ટીમમાં ખૂબ જ ફેરફાર કરી રહ્યા છે પરંતુ તેની ટીમ નથી જીતી રહી. આઈપીએલની નવી ટીમ લખનઊ સુપર જાયન્ટ્સના ખેલાડી કેએલ રાહુલે વર્ષે ૨૦૧૮થી લગભગ ૬૦૦ આસપાસ રન બનાવ્યા છે.
એક વાત તો સાફ છે કે કેપ્ટનશિપની અસર તેના પ્રદર્શન પર નથી પડતી. તે દબાણમાં આવ્યા વિના ર્નિણયો લઈ શકે છે. સાથે જ તે બેટિંગ પણ સરસ કરી રહ્યા છે. ૧૦ મેચમાં બે સેન્ચ્યુરી પણ મારી છે. અને ૫૬ની સરેરાશથી બેટિંગ કરી રહ્યા છે. અને એટલે જ તેઓ હવે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવાના દાવેદાર છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન માટે હવે એક નવું નામ દાવેદારી કરી રહ્યું છે.
આ ખેલાડીની કેપ્ટનશિપમાં આઈપીએલની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યાં સુધી કે પંત અને ઐયરનું પત્તું પણ કપાઈ શકે છે.