ગિપ્પી ગરેવાલની ફિલ્મ સૂબેદાર જોગીન્દર સિંઘ આજકાલ ખૂબ ચર્ચામાં છે.આ ફિલ્મ તેની શૈલી, કલાકાર, શૂટિંગની ટફ લોકેશનને લીધે યુવાઓને આકર્ષિત કરી રહી છે. ફિલ્મને આગળ વધારવા માટે દિગદર્શકે ફિલ્મના સંગીત માટે અકલ્પનીય પગલું ભર્યુ છે. ફિલ્મનું પહેલુ ગીત ગલ દિલ દી રિલીઝ થયુ હતુ અને શ્રોતાઓને આકર્ષિત કરવા માટેના તમામ તત્વો આ ગીતમાં રહેલા છે.
પંજાબી સિનેમાના ઇતિહાસની આ પહેલી એવી ફિલ્મ છે જે પોતાની સીમાથી બહાર નીકળીને પોતાના ભવ્ય સંગીત દ્વારા આંતરરાષ્ટ્રીય દર્શકોને આકર્ષી રહી છે. આ ફિલ્મના સંગીતમાં બહુમુખી પ્રતિભા જોવા મળે છે. ફિલ્મમાં કલાકારો દ્વારા સૈનિકનો પોતાના પરિવાર અને દેશ માટેની લાગણીને વ્યક્ત કરવામાં આવી છે.
ફિલ્મનું નવુ ગીત ઇશ્ક દા તારા એકદમ અલગ શૈલીનું છે, જે દર્શકોને અડધી સદી પહેલાના પંજાબમાં લઇ જશે. સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે ફિલ્મનું સંગીત વિશ્વના સૌથી મોટા વેન્યુ ધ ટાઇમ્સ સ્ક્વેર ન્યૂ યોર્કમાં લોન્ચ થવાનું છે. આ બાબત પંજાબી ફિલ્મ ઉદ્યોગને એક અલગ જ સ્તર પર લઇ જશે.
આ ફિલ્મમાં દર્શકો માટે ઘણું બધુ મજેદાર મટિરીયલ છે. દરેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. સેવન કલર મોશન પિક્ચર દ્વારા નિર્મિત, સાગા મ્યૂઝિક અને યુનિસીસ ઇન્ફો સોલ્યુશનના સાથ દ્વારા બાયોપિક સૂબેદાર જોગીન્દર સિંઘ 6 એપ્રિલ 2018ના રોજ આખી દુનિયામાં રિલીઝ થશે.