આઈપીએલમાં ૫ મેચ હારી ગયા બાદ કોલકતાની ટીમ જીતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૨ના ૪૭માં મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે પરાજય આપ્યો છે. ટૂર્નામેન્ટમાં ૧૦ મેચમાં કોલક્તાને આ ચોથી જીત મળી છે.
સતત પાંચ હાર બાદ કેકેઆરને આ વિજસ મળ્યો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ ૧૯.૧ ઓવરમાં ૧૮૫ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે. કોલકત્તાએ આજે નવી ઓપનિંગ જાેડી સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.
બાબા ઈન્દ્રજિત અને આરોન ફિન્ચની જાેડી ક્રિઝ પર આવી હતી. પરંતુ ફિન્ચ માત્ર ૪ રન બનાવી કુલદીપ સેનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બાબા ઈન્દ્રજીત ૧૫ રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં ૨ વિકેટે ૩૨ રન બનાવ્યા હતા.
૩૨ રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ ત્રીજી વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન અય્યર ૩૨ બોલમાં ૩૪ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ નીતિશ રાણા ૩૭ બોલમાં ૩ ફોર અને બે સિક્સ સાથે અણનમ ૪૮ રન અને રિંકૂ સિંહ ૨૪ બોલમાં ૬ ફોર અને એક સિક્સ સાથે અણનમ ૪૨ રને ટીમને જીત અપાવી હતી.
આ પહેલાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન ૫૪ રનની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૧૫૨ રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલ માત્ર ૨ રન બનાવી ઉમેશનો શિકાર બન્યો હતો. જાેસ બટલર ૨૫ બોલમાં ૨૨ રન બનાવી આઉટ થયો હતો. કરૂણ નાયરે ૧૩ અને રિયાન પરાગે ૧૯ રનનું યોગદાન આપ્યું હતું.
શિમરોન હેટમાયરે ૧૩ બોલમાં અણનમ ૨૭ રન બનાવ્યા હતા.