બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, શેરમાં તેજી આવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ૧૨૯ બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ચોથા સૌથી ધનિક શખ્સ બન્યા છે.
અદાણીએ આ વર્ષે અત્યાર સુધી તેમના પોર્ટપોલિયોમાં ૪૮ અબજ ડોલરથી વધારે સંપત્તિ જાેડી છે. જ્યારથી કોરોના મહામારીની સ્ટોક્સ માર્કેટ પર અસર જાેવા મળી રહી હતી ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓએ કેવું પ્રદર્શન કર્યું છે. આવો જાણીએ… ૨૭ એપ્રિલ ૨૦૨૨ ના અદાણી ગ્રુપના ગેસ વિતરણ એકમના સ્ટોકની કિંમત ૩,૦૪૫ ટકા વધીને ૨,૫૭૫ રૂપિયા થઈ ગઈ છે.
જે ૨૪ માર્ચ ૨૦૨૦ ના ૮૧.૯ રૂપિયા હતા. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપનીમાં ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ ૩.૧૫ લાખ રૂપિયા થઈ ગયું છે. અદાણી ટોટલ ગેસ ઔદ્યોગિક, વ્યાપારી અને સ્થાનિક ક્ષેત્રોમાં પાઇપ્ડ નેચરલ અને પરિવહન ક્ષેત્રને સંકુચિત કુદરતી ગેસ પુરવઠો આપવા માટે સિટી ગેસ વિતરણ નેટવર્ક વિકસિત કરી રહ્યું છે.
અદાણી ટોટલ ગેસ છેલ્લા ૨૫ મહિનામાં સૌથી મોટા સંપત્તિ નિર્માતા તરીકે ઉભર્યું છે. મહામારી વચ્ચે પણ અદાણી ગ્રીન એનર્જીના સ્ટોક્સમાં લગભગ ૨૦૦૦ ટકાનો વધારો થયો છે. ૨૪ માર્ચ ૨૦૨૨ ના ૧૪૧.૨૫ રૂપિયાથી બુધવારના આ શેર વધીને ૨૯૫૭.૮ રૂપિયા થઈ ગયા છે, જેથી ૧૦ હજાર રૂપિયાનું રોકાણ ૨.૧ લાખ રૂપિયા થઈ ગયું છે.
અદાણી ગ્રીન એનર્જી તાજેતરમાં ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન ભારતીય કંપનીનો ભાગ બની છે. અમદાવાદ હેડક્વાર્ટર ધરાવતી અદાણી ગ્રીન એનર્જી ૨૦૨૫ સુધીમાં ૨૫ ગીગાવોટનો નવીનીકરણીય પોર્ટફોલિયો વિકસિત કરી રહી છે. જેમાં પવન ઉર્જા, સૌર ઉર્જા અને હાઈબ્રિડ વીજળી યોજનાઓ સામેલ છે. કંપની કામુથી સોલાર પાવર પ્રોજેક્ટનું સંચાલન કરે છે, જે દુનિયાના સૌથી મોટા તમામ ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ્સમાંથી એક છે.
૧૯૮૮ માં સ્થપાયેલી કંપની અને અગાઉ અદાણી એક્સપોર્ટ્સના નામથી ઓળખાતી અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે છેલ્લા ૨૫ મહિનામાં ૧,૭૭૦ ટકાથી વધુનો ઉછાળો માર્યો છે. જે કોમોડિટી ટ્રેડિંગ વ્યવસાયમાં સામેલ હતી. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન શેરની કિંતમ ૧૨૯.૩૫ રૂપિયાથી વધીને ૨૪૨૦ રૂપિયા થઈ ગઈ છે. જેના કારણે ૧૦ હજાર રૂપિયાનું રોકાણ ૧.૮૭ લાખ રૂપિયા થઈ ગયું છે.
અમદાવાદ હેડક્વાર્ટર ધરાવતી અદાણી ટ્રાન્સમિશન એક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન કંપની છે. વર્તમાનમાં તે ૧૮,૫૦૦ સીકેએમથી વધારે પાવર ટ્રાન્સમિશન લંબાઇ અને ૩૮૬૦૦ એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે ભારતમાં કામ કરતી ખાનગી ક્ષેત્રની વીજળી ટ્રાન્સમિશન કંપનીઓમાંથી એક છે. અદાણી ટ્રાન્સમિશનના શેર છેલ્લા ૨૫ મહિનામાં ૧૪૨૫ ટાકાથી વધારે તેજી જાેવા મળી છે.
જાે તમે ૨૪ માર્ચ ૨૦૨૨ ના કંપનીમાં ૧૦ હાજર રૂપિયાનું રાકાણ કર્યું હોય તો આજે તે ૧.૫૩ લાખ રૂપિયા થઈ જાય છે. અમદાવાદના ખોડિયારમાં અદાણી પાવરના હેડક્વાર્ટર સાથે વિવિધ અદાણી ગ્રુપની શક્તિ અને ઊર્જા શાખા છે. અદાણી પાવરે આપેલા સમયગાળામાં ૯૭૦ ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. જેમાં ૧૦ હજાર રૂપિયાનું રાકાણ ૧.૦૭ લાખ રૂપિયા થઈ જાય છે. અદાણી પાવરની ૧૨,૪૫૦ મેગાવોટની વીજળી ઉત્પાદન ક્ષમતા છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં થર્મલ પાવર પ્લાન અને ગુજરાતમાં ૪૦ મેગાવોટની સૌર ઉર્જા યોજના સામેલ છે. અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપની ભારતની સૌથી મોટી કોમર્શિયલ પોર્ટ ઓપરેટર છે, જે દેશના લગભગ ચોથા ભાગના માલવાહક માટે જવાબદાર છે.
આ સમયગાળામાં લગભગ ૩૦૦ ટકાનું રિટર્ન આપ્યું છે. જેમાં ૧૦ હજાર રૂપિયાનું રોકાણ ૩૯૮૦૦ રૂપિયા થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાના સાત સમુદ્રી રાજ્યોમાં ૧૩ સ્થાનિક પોર્ટમાં તેની હાજરી સઘન આંતરિક સંપર્ક સાથે સૌથી વ્યાપક રાષ્ટ્રીય પદચિહ્ન રજૂ કરે છે.
પોર્ટને સૂકા કાર્ગો, લિક્વિડ કાર્ગો, કાચા માલથી લઈને કન્ટેનર સુધીના વિવિધ પ્રકારના કાર્ગોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અદાણી વિલ્મરને ૧૯૯૯ માં અદાણી ગ્રુપ અને વિલ્મર ગ્રુપ વચ્ચે એક સંયુક્ત એન્ટરપ્રાઇઝ તરીકે શરૂ કરવામાં આવી હતી. આ ફોર્ચ્યૂન બ્રાન્ડ હેઠળ તેલ, ઘંઉનો લોટ, ચોખા, દાળ અને ખાંડ આપે છે. તાજેતરમાં શેર માર્કેટમાં લિસ્ટ થયેલી અદાણી ગ્રુપની નવી કંપની અદાણી વિલ્મરે તેના ૨૩૦ રૂપિયાની ઇશ્યૂ કિંમતથી લગભગ ૨૭૦ ટકાની વૃદ્ધિ કરી છે.
આ કંપનીએ અત્યાર સુધી ૧૦ હજાર રૂપિયાના રોકાણને ૩૬,૬૫૦ રૂપિયા પર પહોંચાડ્યું છે.