વનપ્લસ 5ટી લોન્ચ થયા બાદ બાયર્સ તરફથી ખુબ સારો રીસપોન્સ મળ્યો. હવે વનપ્લસ 6ના ફિચર્સ લીક થયાની ખબરે બજારમાં અફવાઓનો માહોલ ઉભો કર્યો છે. અફવા એવી પણ છે કે વનપ્લસ જુન કે જુલાઇમાં તેનો નવો ફોન લોન્ચ કરી શકે છે. વનપ્લસ 6માં ડ્યુઅલ કેમેરા સેટ-અપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શું હશે કિંમત ?
વનપ્લસ 6 એ પ્રિમિયમ સ્માર્ટફોનની કેટેગરીમાં હશે. વનપ્લસ 6 કંપનીનો સૌથી મોંઘો ફોન હશે. તેની કિંમત 48000 રૂપિયા હશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો તેની આ કિંમત સાચી હશે તો વનપ્લસ 6 એ આઇફોન એક્સ અને સેમસંગ ગેલેક્સી 9થી સારો ઓપ્શન સાબિત થશે.
સંભવિત ફિચર્સ
વનપ્લસ 6માં 6.2 ઇંચની ડિસપ્લે હશે. 8 જીબી રેમ અને 256જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે. ડિવાઇસ ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર પર રન કરશે.ડિવાઇસમાં ઓરિયો 8.1 ઓપરેટીંગ સિસ્ટમ હશે. ડ્યુઅલ કેમેરા સેટ-અપ હશે જેમાં 16 અને 20 મેગાપિક્સલના 2 સેન્સર હશે.
જૂન એન્ડ સુધી વનપ્લસ 6 લોન્ચ થવાની સંભાવના છે. ફોનનો લૂક આઇફોન એક્સ જેવો છે પણ તેની કિંમત આઇફોન એક્સ કરતા ઘણી ઓછી હશે.